આખરે કોચ દ્રવિડે કરી સ્પષ્ટતા, 18 મહિના પછી Playing 11માં આ ખેલાડીનું રમવુ નક્કી

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (00:18 IST)
India vs Australia WTC Final 2023: ટીમ ઈન્ડિયાએ વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં  ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતી હતી. આ પછી ભારતીય ટીમ છેલ્લા 10 વર્ષથી એક પણ ICC ટ્રોફી જીતી શકી નથી. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2014ની ફાઇનલમાં શ્રીલંકા સામે, ચેમ્પિયન્સ ટ્રોફી 2017ની ફાઇનલમાં પાકિસ્તાન સામે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. હવે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ 7 જૂનથી ઇંગ્લેન્ડ સામે રમશે. પરંતુ હવે આ પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડે મોટું નિવેદન આપ્યું છે.
 
આ ખેલાડી રમવા તૈયાર 
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે અજિંક્ય રહાણે 18 મહિના બાદ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર છે. જો તે નિષ્ફળ જાય તો તેનું કરિયર સમાપ્ત પણ  થઈ શકે છે. તેમણે કહ્યું કે તે સારી વાત છે કે તે ટીમ સાથે છે. કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે તેમને ટીમમાં કમબેકનો મોકો મળ્યો હતો. અમારી પાસે તેમના જેવો કુશળ ખેલાડી છે.
 
વિદેશમાં સારું પ્રદર્શન કર્યું
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે અજિંક્ય રહાણેના આવવાથી ટીમમાં અનુભવનો ઉમેરો થયો છે. તે વિદેશમાં સારો દેખાવ કરી રહ્યો છે અને ઈંગ્લેન્ડમાં પણ તેણે કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી છે. તેમના નેતૃત્વમાં ટીમે કેટલીક સારી સફળતાઓ હાંસલ કરી છે. હું નથી ઈચ્છતો કે તે આને તેની એકમાત્ર તક તરીકે જુએ. તે સ્લિપમાં ઉત્તમ ફિલ્ડર પણ છે.
 
પૂજારા માટે કહી આ વાત 
ચેતેશ્વર પુજારાએ તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે અને રાહુલ દ્રવિડ કહે છે કે તેમની સલાહથી ટીમને ઘણી મદદ મળી શકે છે. તેમણે કહ્યું કે અમે પુજારા સાથે કેપ્ટનશિપ અને અલબત્ત બેટિંગ અંગે ચર્ચા કરી હતી. તેણે સસેક્સનું નેતૃત્વ પણ કર્યું હતું અને તેથી તેઓ કાઉન્ટીમાં રમતા બોલરોની રણનીતિની સારી સમજ ધરાવે છે. તેથી અમે તેમની સાથે તેના વિશે વાત કરી  હવે જોઈએ કે અમે તેમની સલાહ પર કેવી રીતે કાર્ય કરી શકીએ.

સંબંધિત સમાચાર

Next Article