રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ, હવે આખી દુનિયા પર ભારતનુ રાજ

બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (19:04 IST)
ICC Test Rankings: ભારતીય ક્રિકેટ ટીમે 4 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા સીરિઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર વન પર પહોંચી ગઈ છે. ટેસ્ટમાં નંબર વન બનીને ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે.
 
ટીમ ઈન્ડિયા રેન્કિંગમાં નંબર વન
ભારતીય ક્રિકેટ ટીમ ઈતિહાસમાં પ્રથમ વખત ત્રણેય ફોર્મેટમાં નંબર વન બની છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ODI અને T20માં નંબર વન પોઝીશન પર બેઠી હતી, પરંતુ હવે ભારતીય ટીમે ટેસ્ટમાં પણ નંબર વનનું સ્થાન હાંસલ કરી લીધું છે. પ્રથમ ટેસ્ટમાં ઈનિંગ અને 132 રને મળેલી જીત સાથે ટીમ ઈન્ડિયાના 132 રેટિંગ પોઈન્ટ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની ટીમ 126 પોઈન્ટથી સીધી 111 પોઈન્ટ સાથે બીજા સ્થાને આવી ગઈ છે.
 
આ પહેલા ક્યારેય આવુ બન્યુ નથી  
તમને જણાવી દઈએ કે આજ સુધી ટીમ ઈન્ડિયા ક્યારેય પણ ત્રણેય ફોર્મેટમાં એક સાથે નંબર વન બની નથી. એટલે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. એક સાથે ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાનો રેકોર્ડ માત્ર દક્ષિણ આફ્રિકાની ટીમના નામે છે. દક્ષિણ આફ્રિકા 2013માં વનડે, ટેસ્ટ અને ટી20માં એક સાથે નંબર વન ટીમ બની હતી. આફ્રિકન ટીમ બાદ ફરી કોઈ ટીમ આવું કરી શકી નથી. પરંતુ રોહિતની સેનાએ 10 વર્ષ બાદ આ સ્થાન હાંસલ કર્યું છે.
 
શુ છે રેંકિંગના હાલ 
વર્તમાન ICC ટેસ્ટ રેન્કિંગની સ્થિતિ પર નજર કરીએ તો ભારતીય ટીમ 115 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ 111 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. આ સિવાય ઈંગ્લેન્ડની ટીમ 106 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર 100 પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડની ટીમ છે. પાંચમા નંબર પર દક્ષિણ આફ્રિકાની ટીમ 85 પોઈન્ટ સાથે છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 79 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર