WPL 2023 નો શેડ્યુલ થયો જાહેર, આ બે મોટી ટીમો વચ્ચે રમાશે પ્રથમ મુકાબલો

બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (09:25 IST)
WPL 2023: મહિલા પ્રીમિયર લીગ સોમવારના રોજ સફળ હરાજીના સમાપન બાદ 4 માર્ચથી શરૂ થવાની છે. BCCIએ બુધવારે બહુપ્રતિક્ષિત ટૂર્નામેન્ટના સંપૂર્ણ શેડ્યૂલ અંગે એક નિવેદન બહાર પાડ્યું. તેની પ્રથમ સિઝનમાં, WPL કુલ 20 લીગ મેચો અને 2 પ્લેઓફ મેચોનું આયોજન કરશે જે 23 દિવસના સમયગાળામાં રમાશે. ઘણા સમયથી મહિલા પ્રીમિયર લીગની માંગ કરવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટને કારણે ભારતમાં મહિલા ક્રિકેટને વેગ મળશે.
 
WPLમાં કઈ પાંચ ટીમો સામસામે ટકરાશે?
દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને યુપી વોરિયર્સ.
 
પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે?
WPLની શરૂઆત 4 માર્ચે DY પાટિલ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ સાથે થશે.
 
WPL મેચો ક્યાં રમાશે?
તમામ મેચો મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.
 
WPL ફાઇનલ ક્યારે સુનિશ્ચિત થયેલ છે?
ફાઈનલ 26 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
 
ટુર્નામેન્ટમાં કુલ કેટલી મેચો રમાશે?
ટૂર્નામેન્ટની પ્રથમ સિઝનમાં કુલ 22 રમતો રમાશે - 20 લીગ મેચ, એક એલિમિનેટર અને ફાઇનલ.

 
બીસીસીઆઈએ કહ્યું,  રવિવાર, 5 માર્ચ, 2023, ડબલ્યુપીએલનો પ્રથમ ડબલ-હેડર દિવસ હશે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર CCIના બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. યુપી વોરિયર્સ લીગની તેમની પ્રથમ રમત રમશે. આ સાથે જ તે દિવસે સાંજે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ સામે મેચ રમાશે. લીગ ચરણની અંતિમ રમત 21 માર્ચે બ્રેબોર્ન સ્ટેડિયમ, CCI ખાતે યુપી વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. સોમવારે યોજાયેલી હરાજીમાં સ્મૃતિ મંધાના સૌથી મોંઘી ખેલાડી રહી હતી. તેમને RCB ટીમે 3.4 કરોડ રૂપિયામાં ખરીદ્યા.   આ હરાજીમાં 10 ભારતીય ખેલાડીઓ એવા રહ્યા જેમને એક કરોડ કે તેથી વધુ રકમમાં ખરીદવામાં આવ્યા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર