અમદાવાદમાં દેશનાં ઉત્તર પ્રદેશ સહિત ક્યાં પાંચ મોટાં રાજ્યો કરતાં પણ વધારે છે કેસ

Webdunia
સોમવાર, 18 મે 2020 (18:08 IST)
અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક વધીને હવે 8420 થઇ ગયો છે. અમદાવાદ ધીરે ધીરે દેશમાં કોરોનાના સૌથી મોટા હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ચોંકાવનારી વાત એ છે કે, દેશનાં પાંચ મોટાં રાજ્યો ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, મધ્ય પ્રદેશ, કર્ણાટક કરતાં માત્ર અમદાવાદમાં જ વધારે કેસ નોંધાયા છે. આ તમામ રાજ્યો ગુજરાત કરતાં મોટાં છે છતાં ત્યાંના કુલ કેસો કરતાં અમદાવાદમાં જ કેસો વધારે છે. રાજસ્થાન કરતાં પણ અમદાવાદમાં કેસો વધારે છે. હાલમાં મોટા રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશમાં 4259, પશ્ચિમ બંગાળમાં 2677, બિહારમાં 1262, કર્ણાટકમાં 1147, રાજસ્થાનમાં 5202 અને મધ્ય પ્રદેશમાં 4977 કેસ નોંધાયા છે.હાલ ગુજરાતમાં કોરોનાના કુલ પૈકીના 74 ટકા કેસ માત્ર અમદાવાદમાંથી નોંધાયા છે. આ ઉપરાંત કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા દેશના જિલ્લાઓમાં પણ મુંબઇ બાદ અમદાવાદ બીજા સ્થાને છે. આ આંકડા પરથી જ અમદાવાદમાં કોરોનાને કારણે સ્થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ મેળવી શકાય છે. અમદાવાદમાં કોરોનાથી કુલ 493નાં મોત થયા છે. અમદાવાદમાં કોરોનાથી જેટલા મૃત્યુ થયા છે તેટલા કેસ પણ હજુ આસામ, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં નોંધાયા નથી.

સંબંધિત સમાચાર

Next Article