મીન-પ્રેમ સંબંધ
મીન રાશી માટે પ્રેમ જવાબદારી લાવે છે. પ્રેમ વગર તેમનું જીવન અધુરૂ છે. યોગ્ય વ્યક્તિની પસંદગીમાં તેઓ સફળ થતા નથી. તેઓ સ્‍વભાવથી રોમાંટીક હોય છે. તેમને સૌંદર્ય અને કુરૂપતા બંન્‍ને તરફ પ્રેમ રહે છે. તેમને સમજદાર સાથીની જરૂરીયાત હોય છે, તે તેના પર બોજો ન બને પરંતુ સહાયક બને. પરંતુ મીન રાશીના જાતક જે લોકો બોજા રૂપ હોય તેમના તરફ વધારે આકર્ષિત થાય છે. માટે સમજી વિચારીને સાથીની પસંદગી કરવી જોઇએ. તેઓ સચેત પ્રેમી પણ હોય છે. તેમનું સંસારીક જીવન સુખી નથી રહેતું. સેક્સ તેમના જીવનનો આવશ્યક કાર્યક્રમ છે. તેઓ માત્ર શારીરિક સંપર્ક સુધી સીમિત નથી રહેતા તેમનો રોમાંસ કલ્‍પનાઓથી ભરેલો હોય છે. પરંતુ તેમાં તેમને વધારે સફળતા નથી મળતી. કારણ કે તેઓ જરૂરીયાતથી વધારે રામેંટીક હોય છે. જ્યારે પ્રેમ થાય ત્‍યારે તેઓ અત્‍યંત ઉગ્ર વ્‍યક્તિને પણ સાચવી લે છે. જો તેઓ પોતાના પ્રત્‍યે ધ્‍યાન આપે અને બીજાને પ્રસન્‍ન કરવા ઓછું ધ્‍યાન આપે તો જીવન ચોક્કસ સુખી થાય છે. તેમની ભાવુકતા તેમના શરીર પર હાવી રહે છે. તેમનો સ્‍વભાવ મિથુન જેવો દ્વિમુખી હોય છે. તેઓ એક કરતા વધારે વ્‍યક્તિને પ્રેમ કરે છે. વિજાતીય સંબંધ - ‍મીન રાશીના જાતકમાં વિજાતીય ને પોતાની તરફ આકર્ષિત કરવાની સારી શક્તિ હોય છે. આ રાશીના સ્‍ત્રી-પુરૂષ વિલાસી હોય છે. પરંતુ પોતાના સ્‍વાભિમાનને કારણે નીચે નથી પડતા. તેઓ પોતાના પ્રેમી માટે બેવફા હોય છે. તેના માટે સઘળુ કરવા તૈયાર હોય છે. પ્રેમમાં સર્વસ્‍વ બલિદાન કરે છે. તેઓ શારીરિક રૂપથી કર્ક અને કન્‍યા રાશી તરફ અવશ્ય આકર્ષિત થાય છે. કન્‍યા સાથે તેમના લગ્‍ન પણ થાય છે.

રાશી ફલાદેશ