મિથુન-સ્‍વભાવની ખામી
મિથુન રાશીની વ્‍યક્તિ શારીરિક તથા માનસિક રૂપથી ક્રિયાશીલ રહે છે અને લોકો પર તેની અસર પણ પાડે છે. કેટલાક લોકો તેને સાહસપ્રિય સમજે છે પરંતુ ખરેખર તેઓ નથી. ઢોંગ અને ખોટો દેખાવ તેમને વધારે ગમે છે. તેઓ ગમે તે કામ તુરંત સ્‍વીકારી લે છે પરંતુ ભ્રમમાં રહીને પોતે તે કામ અધુરૂ છોડી દે છે. આ રાશીના લોકો વિશ્વાસુ નથી હોતા, અસ્‍િથર અને ચંચળ સ્‍વભાવથી ક્યારે શું કરશે તે કહેવું મુશ્કેલ છે. મિથુન રાશીની વ્‍યક્તિ એક કરતા વધારે વ્‍યક્તિ સાથે પ્રેમ સંબંધ રાખવા ઇચ્‍છે છે, આ કારણથી તેઓ પ્રેમમાં નિષ્‍ફળ રહે છે. મિથુન રાશીની વ્‍યક્તિ વિજાતીય તરફ લગાવ રાખીને મુશ્કેલીને આમંત્રણ આપે છે. તેઓ પોતાનુ મૂલ્ય નથી આંકતા. પોતાને બીજાના પક્ષને સમર્પિત કરે છે. આ રાશી ભ્રમ ઉત્‍પન્‍ન કરે છે. ઉપાય - મુશ્કેલીના સમય દરમ્યાન મંગળવાર અને શનિવારના ઉપવાસ કરવા જોઇએ. મૂંગાને પહેરવો જોઇએ. સંકટ ચોથનું વ્રત કરવું જોઇએ અને સુંદરકાંડનો પાઠ કરવો જોઇએ. ગાયત્રી પાઠ અને ઇષ્‍ટ દેવતા કે ગુરૂનુ ઉપાસના કરવાથી કષ્‍ટ દૂર થાય છે. તમારી રાશ‍િમાં રાહુ હોવાથી રાહુનું ફળ હંમેશા ઉત્તમ મળશે.

રાશી ફલાદેશ