મિથુન-વ્‍યક્તિત્‍વ
આ રાશી ચંચળ પ્રકૃતિની માનવામાં આવે છે. તેમાં ઉત્‍સુક્તા, પ્રશ્નેચ્છા અને ભ્રમણશીલતા જોવા મળે છે. આકર્ષક વ્‍યક્તિત્‍વના અને અસ્‍િથર સ્‍વભાવના હોય છે. બુદ્ધ‍િશાળીતો હોયજ છે. ઉપરાંત તરસ્‍પર વિરોધી વાતમાં ચાલતા જોવા મળે છે. તેમને રોજ નવું પરિવર્તન, પ્રવાસ અને વિવિધતા ગમે છે. આ લોકો રાજનીતિમાં ચતુર હોય છે. આ ધાર્મિક, દયાવાળા અને દ્રઢ સંકલ્પ વાળા હોય છે. તથા આધ્યાત્મિક તત્‍વોં અને આત્‍માની ઉન્‍નતિ તરફ વિશેષ ધ્‍યાન આપે છે. તેનામાં સહનશિલતા વધારે હોય છે. બધા સાથે સરખો વ્‍યવહાર રાખે છે. ઇમાનદાર, સભ્ય અને ચરિત્રવાન હોય છે. દરેક કાર્ય વિચારીને કરે છે. તેઓ વચન અને સંકલ્પના સાચા હોય છે. સતકાર્ય આ રાશીનો મુખ્ય ગુણ છે. આ રાશી ખોટું બોલનારથી નફરત કરે છે. સ્‍વચ્‍છતા અને વ્‍યવસ્‍થા તેના પ્રમુખ ગુણ છે. અનિયમિત તથા આળસ પણ જોવા મળે છે. તેમનો તેમના મન પર પૂર્ણ કાબુ હોય છે. ત્‍યારે જ તેઓ દ્રઢતાથી નિર્ણય કરી શકે છે. તેમનો લોકો સાથે કારણ વગર સંઘર્ષ થાય છે પરંતુ તેઓ નો વ્‍યવહાર સત્‍ય, દ્રઢ અને શ્રેષ્‍ઠ ચરિત્ર વાળો હોવાથી વિરોધીઓ શાંત થાય છે. તેઓ રૂઢી વાદી નથી હોતા પરંતુ બીજાની નીષ્‍ઠાની પરીક્ષા કરે છે. વ્યવહારિક મુશ્કેલી થી હારી જાય છે, તેઓ ક્યારેય ગંભીર રહેતા નથી. હસતા રહે છે અને દરેક વાત મજાકમાં લે છે. સૌના ધ્યાનના આકર્ષણનું કેન્‍દ્ર રહે છે. તેઓ સત્‍યને છુપાવતા નથી અને તે સંકટ અને કજીયાનું તેમના માટે કારણ બને છે. યાત્રા દ્વારા તેમને લાભ થાય છે. મિથુન રાશીની વ્‍યક્તિ પ્રત્યક્ષને જ પ્રમાણ માને છે. તેઓ બુદ્ધ‍િમાન, આકર્ષક અને ચતુર વાર્તાકારના રૂપમાં પોતાને દર્શાવે છે. અસફળતા તેના મિત્રો વધારે છે જ્યારે સફળતા તેના ઇર્ષાળુ વધારે છે. મિથુન રાશીના લોકો ચંચળ સ્‍વભાવના અને કલા તરફ રસ દાખવનારા હોય છે. તે જે કહે અને કરે તેમાં જમીન આસમાનનું અંતર હોય છે. તેમનું ચરિત્ર હાથી દાંત સમાન હોય છે. માટે લોકો તેને બરોબર સમજી નથી શકતા. લોકોનો મત એક થતો નથી. પડકાર તેમનામાં સુધારો લાવે છે. મિથુન રાશીની વ્‍યક્તિ પરિસ્‍િથતિ પ્રમાણે પોતાને બદલાવે છે. તેના સાચા સ્‍વભાવને જાણવો મુશ્કેલ છે. તેઓ બીજાને ઉપદેશ અને સલાહ આપે છે માટે તેઓ મજાકને પાત્ર બને છે. તેમને જો આદર અને પ્રસિદ્ધ‍િ જોઇએ છે તે મળતી નથી માટે તેઓ બીજાને તેની ફરીયાદ કર્યા કરે છે.

રાશી ફલાદેશ