ગાંધીનગરમાં સરકારી કચેરીઓ દોઢ કલાક મોડી શરૂ થશે, સરકારનો પરિપત્ર

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2024 (12:21 IST)
- રાજ્ય સરકારે આજે વહેલી સવારે એક પરિપત્ર જાહેર કર્યો
- ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ 10 જાન્યુઆરીએ દોઢ કલાક મોડી ચાલુ થશે 
- VVIP મૂવમેન્ટમાં અડચણ ન આવે તે માટે ગાંધીનગરના માર્ગો બંધ

ગાંધીનગરમાં હવે વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ત્યારે સમિટમાં વિદેશથી આવનારા મહેમાનોની સુરક્ષાને લઈને રાજ્ય સરકારે આજે વહેલી સવારે એક પરિપત્ર જાહેર કર્યો છે. માં જણાવ્યું છે કે,ગાંધીનગરની તમામ સરકારી કચેરીઓ 10 જાન્યુઆરીએ દોઢ કલાક મોડી ચાલુ થશે.

વાઇબ્રન્ટ સમિટને કારણે VVIP મૂવમેન્ટમાં વધારો થઈ રહ્યો છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે. VVIP મૂવમેન્ટમાં અડચણ ન આવે તે માટે ગાંધીનગરના માર્ગો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદી બુધવારે વાઇબ્રન્ટ સમિટનું મહાત્મા મંદિર ખાતે ઉદ્ઘાટન કરનાર છે.ત્યારે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, 10 જાન્યુઆરી, 2024ના રોજ VVIP ડેલીગેટ્સ, હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્નમેન્ટ, રોકાણકારો અને ઉદ્યોગપતિઓ હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન મહાત્મા મંદિર તેમજ સેક્ટર 17 એક્ઝિબિશન હોલ ખાતે VVIPની અવરજવર વધુ પ્રમાણમાં રહેશે. આથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ શકે છે. આમ, VVIP મૂવમેન્ટમાં અસર ન થાય અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ગાંધીનગરની તમામ સરકારી કચેરી સવારે 10.30 વાગ્યાને બદલે બપોરે 12 વાગ્યે શરૂ થશે.ગુજરાતમાં 10મી ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ-2024ની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે ત્યારે 200 કંપનીના સીઇઓએ વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવા માટે તૈયાર થઈ ગયા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તાતા સન્સના એન.ચંદ્રશેખરન, સન ફાર્માના સ્થાપક અને એમ.ડી. દિલીપ સંઘવી, ગ્લોબલ સ્ટીલ કંપની આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને વેલસ્પન ગ્રુપના કો-ફાઉન્ડર બાલક્રિષ્ના ગોયેન્કા સહિતના વિશ્વની ટોચની કંપનીઓના ઉદ્યોગપતિઓ હાજર રહેવાના છે.

સંબંધિત સમાચાર

Next Article