Vastu Tips: ઘરની પૂર્વ દિશામાં બિલકુલ પણ ન મુકશો આ વસ્તુ, નહી તો આખો પરિવાર થઈ જશે પાયમાલ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2023 (12:49 IST)
Vastu Tips - વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂર્વ દિશા સાથે જોડાયેલ કેટલીક વાતો. પૂર્વ દિશામાં વાયુ તત્વનો નિવાસ માનવામાં આવે છે. વાયુ તત્વની ઉર્જા જીવનમાં તાજગી, આનંદ અને ખુશીઓ લાવનારી હોય છે.  તેથી પૂર્વ દિશામાં જો કોઈ પ્રકારની વાસ્તુ સંબંધી સમસ્યા હોય તો તેની અસર ઘરના સભ્યો અને સ્વભાવ પર પડે છે. 
 
ઘરની પૂર્વ દિશામાં ભારે સામાન ન મુકવો જોઈએ અને જો મુકો તો પણ તેની ગણતરી વધુ ન હોવી જોઈએ. નહી તો  તેનાથી પૂર્વ દિશામાં દબાવ વધે છે. આ દિશામાં હંમેશા એવી વ્યવસ્થા કરવી  જોઈએ કે હવાનો સંચાર ઘરની અંદર બન્યો રહે. સાથે જ આ દિશામાં કોઈપણ પ્રકારનો ભંગાર ન મુકો. સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો અને પૂર્વ દિશામાં ઓછામાં ઓછી એક બારી જરૂર હોવી જોઈએ. 
 
આ દિશા અગ્નિ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના સ્વામી ઇન્દ્ર છે. આ દિશા સૂવા માટે અને અભ્યાસ માટે શુભ રહે છે. ઘરમાં આ દિશામાં એક બારી હોવી જોઇએ. જેથી સૂર્યના કિરણોનો ઘરમાં પ્રવેશ થાય. સૂર્યના કિરણોથી ઘરમાં પોઝિટિવિટી બની રહે છે.

સંબંધિત સમાચાર

Next Article