Vastu Tips: આજે આપણે વાસ્તુ શાસ્ત્રમાં જાણીશુ ભોજન દરમિયાન કંઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરતી વખતે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારે જેટલું ખાવાનું હોય તેટલું જ લો. ઘરમાં ખાસ કરીને બાળકોને આ ટેવ હોય છે કે તેઓ થાળીમાં વધુ ખોરાક લઈ લે છે અને બહુ ઓછો ખાય છે, જેના કારણે ખોરાકનો બગાડ થાય છે. શાસ્ત્રોમાં આને બિલકુલ ઠીક નથી માનવામાં આવ્યુ. તેનાથી ઘરના આર્થિક વિકાસમાં પરેશાની આવવા માંડે છે. તેથી બાળકોને અને બાકી બધા લોકોને પણ આ વાત જરૂર સમજાવો કે થાળીમાં ફક્ત એટલુ જ ભોજન લો જેટલુ તેઓ ખાઈ શકે. તેનાથી ઘરમાં બધુ વ્યવસ્થિત ચાલે છે.
આ ઉપરાંત ધ્યાન રાખો કે ભોજન કર્યા બાદ ક્યારેય પણ એ જ થાળીમાં હાથ ન ધોશો. વાસ્તુ મુજબ ખાવાની થાળીમાં હાથ ધોવા અશુભ માનવામાં આવે છે. થાળીમાં હાથ ધોવાથી તેમા બચેલા અન્નનો અનાદર થાય છે. ભોજનની થાળીમાં હાથ ધોવાથી મા લક્ષ્મી અને અન્નપૂર્ણા નારાજ થાય છે. જેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. શાસ્ત્રોમાં પણ અગ્નિને મુખ્ય દેવતા માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે યજ્ઞમા અર્પિત કરવામાં આવતી બધી સામગ્રી દેવતાઓને ભોજનના રૂપમાં પ્રાપ્ત થાય છે. તેથી ભોજનનુ વિશેષ મહત્વ હોય છે. આ ઉપરાંત અનેક પુરાણોમાં પણ અન્નનુ અપમાન કરવુ પાપ માનવામાં આવે છે.
ભોજન કરતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન
ભોજનની થાળી હંમેશા ચટઈ, પાટલો કે ચોખટ પર સન્માનપૂર્વક જ મુકો. આ ઉપરાંત ભોજનની થાળીને ક્યારેયે એક હાથથી ન પકડવી જોઈએ. એવુ માનવામાં આવે છે કે થાળીને એક હાથથી પકડવાથી ખોરાક પ્રેત યોનિમાં જતો રહે છે. બીજી બાજુ થાળીમાં એઠુ છોડવુ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભોજન પહેલા ભગવાનનુ ધ્યાન કરવુ ઉત્તમ માનવામાં આવે છે. જમતી વખતે ગુસ્સો કે વાતચીત પણ ન કરવી જોઈએ.