Vastu Tips - જો આ સમયે ઘરની બહાર કચરો ફેંકશો તો લક્ષ્મી થશે નારાજ

મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (19:31 IST)
Vastu Tips:  વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમે તમારા ઘરને અને તમારા પરિવારને સ્વસ્થ રાખી શકો છો. સાથે જ વાસ્તુએ ઘરને સાફ કરવા અને ઘરનો કચરો બહાર ફેંકવાનો યોગ્ય સમય પણ જણાવ્યો છે. વાસ્તુ કહે છે કે સૂર્યાસ્ત દરમિયાન કે પછી ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. જો તમે પણ કરો છો આ ભૂલ તો હવે ન કરશો.  ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પછી ઘરની બહાર કચરો કેમ ન ફેંકવો જોઈએ.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે હમેશા સફાઈ કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ કહે છે કે જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો વાળો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેના બદલે તેને ક્યાંક ડસ્ટબિનમાં નાખો અને પછી સવારે તેને બહાર ફેંકી દો. એવી માન્યતા છે કે સાંજે ઘરની બહાર કચરો ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
- સાથે જ સાવરણીને ક્યારેય પણ ઘરમાં ખુલ્લી જગ્યાએ ન મુકવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કારણ કે ખુલ્લી જગ્યામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર ભાગી જાય છે.
- આ ઉપરાંત સાવરણીને ક્યારેય ઊભી ન મુકવી જોઈએ. આ પણ સારું માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે ઝાડુ હંમેશા જમીન પર રાખો.
-વાસ્તુ અનુસાર જૂની સાવરણી બદલવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- એવું કહેવાય છે કે કૃષ્ણ પક્ષ દરમિયાન હંમેશા નવી સાવરણી ખરીદવી જોઈએ. બીજી તરફ શુક્લ પક્ષમાં ઝાડુ ખરીદવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર