Shani Gochar 2025: મીન રાશિમાં ગોચર દરમિયાન શનિ ધારણ કરશે ચાંદીના પાયા, આ રાશિઓ થશે માલામાલ

બુધવાર, 20 નવેમ્બર 2024 (12:25 IST)
Shani nu Meen Rashi ma Gochar: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ કર્મફળ દાતા માનવામાં આવે છે. તેમને ન્યાયના દેવતા પણ કહે છે. શનિદેવની ચાલ અને તેમની દ્રષ્ટિ જાતકોના જીવન પર ઊંડો પ્રભાવ નાખે છે. શનિદેવ  2025માં જ્યારે મીન રાશિમાં ગોચર કરશે ત્યારે ચાંદીના પાયા ધારણ કરશે. આગળ વધતા પહેલા જાણી લો કે પાયાનો અર્થ શુ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ચાર પાયાનુ વર્ણન મળે છે જે જાતક પર શુભ અશુભ પ્રભાવ નાખે છે.  જ્યોતિષ શાસ્ત્રમાં શનિના ચાર પાયાનુ વર્ણન મળે છે જે જાતક પર શુભ અને અશુભ પ્રભાવ નાખે છે. આ પાયા છે - સોનુ, ચાંદી, તાંબુ અને લોખંડનો પાયો. હવે જાણીએ ચાંદીના પાયાનો અર્થ .  
 
ચાંદીનો પાયો - જ્યારે શનિના ગોચર કે રાશિ પરિવર્તનના સમયે ચંદ્રમાં શનિથી બીજા, પાંચમા અને નવમાં ભાવમાં હોય છે તો તેને ચાંદીના પાયા કહેવામાં આવે છે. શનિનુ ચાંદીના પાયા હોવાથી જાતકના ઘરમાં ખુશીઓનુ આગમન થાય છે એવુ માનવામાં આવે છે.  શનિદેવ જ્યારે ચાંદીના પાયા ધારણ કરે છે તો તેમનો ક્રૂર પ્રભાવ ઓછો થઈ જાય છે અને તે વધુ અનુકૂળ થઈ જાય છે.  
 
વર્ષ 2025માં જ્યારે શનિ ચાંદીના પાયા ધારણ કરીને મીન રાશિમાં ગોચર કરશે અને આ યોગ વર્ષ 2027 સુધી રહેશે.  તેનો પ્રભાવ બધી રાશિઓ પર જુદો  જુદો જોવા મળશે. શનિદેવના ચાંદીના પાયા ચાલવાથી કેટલીક રાશિઓને શુભ ફળ મળે છે. જ્યારે કે કેટલીક રાશિઓ માટે સામાન્ય કે મઘ્યમ ફળ મળે છે. આવો જાણીએ કંઈ રાશિઓને સામાન્ય કે મઘ્યમ ફળ મળે છે.  આવો જાણીએ કંઈ રાશિઓ પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે.   
 
કર્ક રાશિ - કર્ક રાશિના જાતકોની કુંડળીમાં શનિ દેવ નવમ ભાવમાં વિરાજમાન રહેશે. જેના પરિણામસ્વરૂપ કર્ક રશિના જાતકોને અસીમિત ધન લાભ મળવાની શક્યતા છે. કર્ક રાશિના જાતકો માટે ચાંદીનો પાયા દરેક રીતે લાભકારી રહેશે.  જીવનમાં અનેક મોટા ફેરફાર જોવા મળશે.  તમને અચાનક ધન લાભ થશે. યોગ્ય દિશામાં ડગ માંડો સફળતા જરૂર મળશે. 
 
વૃશ્ચિક રાશિ 
વૃશ્ચિક રાશિના જાતકોને પાંચમાં ભાવમાં વિરાજમા શનિ આ રાશિના લોકોને ઘણી ભૌતિક સુખ-સુવિધાઓ પ્રદાન કરશે. મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન પરિવારના સભ્યો સાથે તમારા સંબંધો વધુ સૌહાર્દપૂર્ણ બનશે. કાર્યક્ષેત્રમાં આવકમાં વધારો થવાની સંભાવના રહેશે. વિદેશ પ્રવાસની પણ શક્યતાઓ છે.  સમાજમાં તમને માન-સન્માન મળશે. આ 2 વર્ષમાં તમને નવા વાહન, નવી મિલકત અને પૈતૃક સંપત્તિનો લાભ પણ મળશે.
 
કુંભ રાશિ -  કુંભરાશિમાં શનિ દેવ બીજા ભાવમાં વિરાજમાન રહેશે. તેનો શુભ પ્રભાવ કુંભ રાશિના જાતકોને મળશે. જે જાતક બેરોજગાર છે તેને મનપસંદ જોબ મળવાની શક્યતા છે. નોકરિયાત જાતકોને પ્રમોશન મળવાની શક્યતા છે. વર્ષ 2027 સુધી તમારો સમય સારો રહેવાનો છે.  જો તમે આ દરમિયાન મહેનત કરો છો તો તમને એ મહેનતનુ અનેક ગણો લાભ મળશે. આ બે વર્ષમાં તમે તમારા જીવનમાં અનેક મોટા ફેરફાર લાવવામાં સફળ રહેશો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર