Shani Rashi Parivartan 2025: બધા નવ ગ્રહમાં શનિ દેવને ન્યાયનો કારક માનવામાં આવે છે. શનિ દેવ વ્યક્તિને તેના કર્મોનુ ફળ આપે છે. શનિની સાઢેસાતી વ્યક્તિને જીવનનો એક એવો સમય હોય છે જ્યા શનિદેવ તેને તેના કર્મોનુ ફળ પ્રદાન કરવા ઉપરાંત તેને અનુભવી પણ બનાવે છે. જો કે ઘણા લોકો શનિની સાઢે સાતીથી ગભરાય પણ છે. પણ એવુ નથી.
વર્ષ 2025 માં, જ્યારે શનિદેવ 29 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે તેની તમામ રાશિઓ પર વ્યાપક અસર પડશે. સૌથી પહેલા વાત કરીએ તે રાશિ વિશે જે શનિદેવની સાડાસાતીના પ્રભાવથી મુક્ત થવા જઈ રહી છે. મકર રાશિના લોકો 7.30 પછી શનિદેવની સાદે સતીના પ્રભાવથી મુક્ત થઈ જશે. આ સિવાય હવે કઈ રાશિની વાત કરીએ જેમાં શનિની સાડાસાતી શરૂ થવા જઈ રહી છે. મેષ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી શરૂ થવાની છે.
જ્યારે શનિ તમારા ચંદ્રમા પરથી દ્વાદશ ભાવમાં લગ્ન ભાવમાં અને દ્વિતીય ભાવમાં ગોચર કરે છે તો તેને સાઢા સાત વર્ષના સમયને સાઢેસાતીનો કાળ કહેવામાં આવે છે. મેષ રાશિના જાતક હવે આગામી સાઢા સાત વર્ષ સુધી શનિ દેવના પ્રભાવમાં રહેશે. આ ઉપરાંત જો કુંભ રાશિના જાતકોનુ અંતિમ ચરણ શરૂ થઈ જશે. એટલે હવે તેમના જીવનના ફક્ત અઢી વર્ષ સાઢેસાતીના બચનારા છે.