આ છોડ લગાવશો આવશે ઘરમાં સુખ અને સમૃદ્ધિ

Webdunia
શનિવાર, 25 ઑગસ્ટ 2018 (08:40 IST)
મોટાભાગના લોકો પોતાના ઘરમાં સજાવટના છોડ લગાવે છે.  ઘરમાં સાજ સજ્જાનું ધ્યાન રાખવુ તો જરૂરી છે પણ વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલાક છોડ એવા હોય છે જે વાસ્તુના મુજબ તમને લાભ આપે છે. આવો જ એક છોડ છે મોરપંખીનો છોડ. મોરપંખીનો છોડ ઘરમાં જોડાથી( બે છોડ)  લગાવવાથી ઘરમાં અનેક પરેશાનીઓ ખતમ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે છોડ ઘરમાં યોગ્ય દિશામાં હોવો જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી ઘરમાં સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. પણ જો આ સુકાય જાય તો શુ કરવુ જોઈએ. 
 
ઘરમાં છોડ લગાવીએ તો તેની યોગ્ય દેખરેખ પણ કરવી જોઈએ. એવુ કહેવાય છે કે મની પ્લાંટનો છોડ ઘરમાં વધવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂ થાય છે. એ જ રીતે સૂકાય જાય તો ઘરમાં આર્થિક પરેશાનીઓ આવવા માડે છે.  એ જ રીતે મોરપંખીનો છોડ ઘરમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે છે. તેથી તેને સુકાવવાથી બચાવવો જોઈએ. અને સુકાય જાય તો સુકાયેલો ભાગ કાપી નાખવો જોઈએ કે પછી નવો પ્લાંટ લગાવી દેવો જોઈએ.  
 
ઘરમાં સુકાયેલા છોડ રોજ જોવાથી કે રાખી મુકવાથી નિરાશાજનક અને નકારાત્મક વાતાવરણ ઉભુ થાય છે.  તેથી ઘરમાં વાસ્તુ મુજબ કોઈ છોડ લગાવો અને તેનો ફાયદો લેવા માંગતા હોય તો તેની દેખરેખ જરૂર કરવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Next Article