સુખ અને સમૃદ્ધિ જોઈએ છે તો દિવાળી પહેલા આ વસ્તુઓ ઘરની બહાર કરો

રવિવાર, 8 ઑક્ટોબર 2017 (05:22 IST)
દિવાળી આવવાની છે તેથી સાફ-સફાઈની શરૂઆત થઈ ગઈ છે. આમ તો દરેક વ્યક્તિ પોતાના ઘરને સારી રીતે સાફ કરે છે. જેથી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી તેમના ઘરે આવે પણ શુ તમે જાણો છો કે દિવાળી પર જો કંઈક વસ્તુઓ ઘરની બહાર કરી દેવામાં આવે તો ધન સંબંધિત પરેશાનીઓથી બચી શકાય છે. 
 
વાસ્તુશાસ્ત્રી પણ માને છે કે ઘરમાં સાફ-સફાઈનો પુરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે આ વસ્તુઓને ઘરમાંથી બહર કરે દેશો. તો આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
- જૂના બૂટ, જૂતા અને ચપ્પલો જે તમે નથી પહેરતા કે તૂટેલા છે તેને ઘરમાં ન મુકશો. 
- મોટાભગે લોકો ઘરની સીઢી નીચે ફાલતુ સામાન મુકી રાખે છે. જે વપરાશમાં આવતો નથી. આવુ કરવાથી જગ્યા તો રોકાય જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાતી રહે છે. 
- બંધ પડેલી ઘડિયાળમાં બેટરી નાખો અથવા તેને ઘરમાં ન મુકશો. બંધ પડેલી ઘરમાં વૃદ્ધિ નથી થવા દેતી. 
- ઘરમાં કોઈપણ વીજળીથી ચાલનારુ ઉપકરણ ખરાબ પડ્યુ છે તો તેને ઠીક કરાવો. જો ઉપયોગ લાયક ન હોય તો તેને વેચી દો. ખરાબ ઉપકરણ ઘરમાં અનેક પરેશાનીઓને જન્મ આપે છે. 
- દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિયો, ફાટેલા ફોટાઓ કે ગ્રંથ વિસર્જિત કરી દો. દિવાળીના દિવસે નવી મૂર્તિયો, ફોટાઓ અને ગ્રંથ ઘરમાં સ્થાપિત કરો. 
- ઘરનો કોઈપણ કાચ તૂટી ગયો છે તો તેન બનાવડાવો. 
- ઘરની અગાશી પર ફાલતુ સામાન ભેગો કરી રાખ્યો છે તો તેને વેચી દો. 
- તૂટેલા ફૂટેલા જૂના વાસણ અથવા જે વાસણોનો તમે ઉપયોગ નથી કરતા તેને ઘરમાં ન મુકશો. 
- ઘરનો જૂનો સામાન જેવા કે કપડા, રમકડા વગેરે કોઈ ગરીબને આપી દો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર