પિતૃ વિસર્જનના દિવસે કરો આ કામ
આ અવસરે તમારે ઘરે કોઈ ભિખારી કે મેહમાન આવે તો તેને ભોજન જરૂર કરાવો. કહેવાય છે કે પિતૃ વિસર્જની અમાવસ્યાના દિવસે પોતાની સંતાનના હાથે અન્ન જળ મેળવવા પિતૃગણ કોઈ પણ રૂપ ધારણ કરી સંતાનના ઘરે આવે છે. પિતૃ અમાવસ્યાના દિવસે સંતાનના હાથે અન્ન જળ ન મળવાથી પિતૃ દુખી થાય છે.
પિતૃ દોષથી બચવા આટલુ કરો
શાસ્ત્રોમાં કહ્યું છે કે બ્રાહ્મણ ,કાગડા,ગાય,કૂતરા અને બિલાડીને ભોજન આપવાથી ભોજનનો અંશ પિતરો સુધી પહુંચી જાય છે. પિતરોને પ્રસન્ન કરવા માટે આજે તમારી ઈચ્છા મુજબ કોઈને પણ ભોજન કરાવો.