સોમવારે શિવ પૂજાનું અત્યંત મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ના થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં તલ ઉમેરીને શિવજીને ચડાવવાથી કોઈપણ ગ્રહના અનિષ્ટને દૂર કરી શકાય છે. આવી જ રીતે દૂધનો ઉપયોગ અનેક ઉપાયો માટે પણ કરી શકાય છે. આ ઉપાય એટલા ચમત્કારી છે કે તેને કરવાની સાથે જ તમને ફરક જોવા મળશે.
અખંડ લક્ષ્મીના વાસ માટે - ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી વાસ થાય તે માટે લોઢાના વાસણમાં પાણી, ખાંડ, દૂધ તેમજ ઘી ઉમેરી અને તેને પીપળાના મૂળમાં પધરાવી દેવું. આ સિવાય તમે સોમવારે શિવજીને દૂધ અને પાણી મીક્ષ કરીને ચડાવી શકો છો. તે સમયે ‘ઓમ સોમેશ્વરાય નમ:’ મંત્રની માળા કરવી.