Vasant Panchami 2025: વસંત પંચમીની સાથે જ વસંત ઋતુનુ આગમન માનવામાં આવે છે. માન્યતા મુજબ વસંત પંચમીના દિવસે વિદ્યા અને વાણીની દેવી મા સરસ્વતી (Ma Saraswati) નો પ્રાગટ્ય થયુ. કેલેન્ડર મુજબ, વસંત પંચમી માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરી, રવિવારના રોજ ઉજવવામાં આવી રહી છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂર્ણ ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે. આ દિવસે, તમે વસંત પંચમીની શુભેચ્છાઓ અને અભિનંદન પણ મોકલી શકો છો.