Vasant Panchami 2025: વસંત પંચમીના દિવસે જરૂર કરો આ 5 વસ્તુઓનુ દાન, ઘરમાં ધન ધાન્યની થશે વૃદ્ધિ
સોમવાર, 27 જાન્યુઆરી 2025 (14:52 IST)
Vasant Panchami 2025: દર વર્ષે માઘ શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ વસંત પંચમીનો તહેવાર ઉજવાય છે. આ દિવસે વિદ્યા અને કલાની દેવી સરસ્વતીજી ની પૂજાનુ વિધાન છે. તેથી આ દિવસે શ્રી પંચમી ના નામથી ઓળખવામાં આવે છે. વસંત પંચમીના દિવસે નવા કાર્યોની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે. ખાસ કરીને વિદ્યા શરૂ કરવી, નવુ કામ શરૂ કરવુ, બાળકોના મુંડન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, ગૃહ પ્રવેશ કે અન્ય કોઈ શુભ કામ કરવુ ખૂબ જ સારુ માનવામાં આવે છે. આ સાથે જ વસંત પંચમીના દિવસે પીળા રંગના નવા કપડા પહેરવા શુભદાયી હોય છે. આ ઉપરાંત વસંત પંચમીના દિવસે આ વસ્તુઓનુ દાન કરવાથી ધન ધાન્યમાં ઝડપથી વૃદ્ધિ થાય છે અને માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
વસંત પંચમીના દિવસે કરો આ વસ્તુઓનુ દાન
અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓ
વસંત પંચમીના દિવસે અભ્યાસ સાથે જોડાયેલી વસ્તુઓનુ દાન કરવુ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિને પોતાના કરિયરમાં ઝડપથી ઉન્નતિ અને સફળતા મળે છે.
પેન-પુસ્તક
વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને નોટબુક, પેન અને પેન્સિલનુ દાન કરો. આ વસ્તુઓનુ દાન કરવાથી વ્યક્તિ પર માતા સરસ્વતીની વિશેષ કૃપા વરસે છે અને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
ધન
વસંત પંચમીના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધનનુ દાન કરો. આ દિવસે ધનનુ દાન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે ધનનુ દાન કરવાથી ઘરની તિજોરી પૈસાથી સદૈવ ભરાયેલી રહે છે.
અનાજ
વસંત પંચમીના દિવસે અનાજનુ દાન પણ ખૂબ જ શુભદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમીના દિવસે અનાજનુ દાન કરવાથી ઘરનો ભંડાર સદૈવ ભરેલો રહે છે. ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી રહેતી નથી.
પીળી વસ્તુઓનુ દાન
વસંત પંચમીના દિવસે પીળી વસ્તુઓનુ દાન કરવાથી ઘરમાં ખુશીઓનુ આગમન થાય છે. વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર, પીળી મીઠાઈ વગેરે વસ્તુઓનુ દાન જરૂર કરો.
વસંત પંચમી 2025 ડેટ અને મુહૂર્ત
વસંત પંચમી તિથિ - 2 ફેબ્રુઆરી 2025
પંચમી તિથિ શરૂ - 2 ફેબ્રુઆરીના રોજ સવારે 9 વાગીને 14 મિનિટ પર
પંચમી તિથિ સમાપ્ત - 3 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગીને 52 મિનિટ પર
વસંત પંચમીના દિવસે સરસ્વતી શુભ મુહૂર્ત - સવારે 7 વાગીને 12 મિનિટથી બપોરે 12 વાગીને 52 મિનિટ સુધી