BPL રેશનકાર્ડ ધારકોને મળશે 5 મોટી યોજનાઓનો લાભ, જાણો માહિતી

Webdunia
ગુરુવાર, 20 જૂન 2024 (11:48 IST)
BPL Ration Card: કેંદ્ર સરકાર દ્વારા સંચાલિત જુદી-જુદી મહત્વની યોજનાઓ વિશે ચર્ચા કરી રહ્યા છે. જો તમે બીપીલ (ગરીબી રેખાથી નીચે) રાશન કાર્ડ ધારક છો તો તમારા માટે આ ખૂબ મોટા શુભ સમાચાર છે. કારણકે તમે આ યોજનાઓના લાભ લઈ શકો છો. 
 
આયુષ્માન ભારત યોજના- સ્વાસ્થયની ચિંતા 
આ યોજના ગરીબ પરિવારો માટે એક વરદાન છે. તેના હેઠણ બીપીલ પરિવારો મફતમાં આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા આપે છે. આ કાર્ડની સાથે તમે 5 લાખ સુધીનુ નિશુલ્ક સારવારના લાભ લઈ શકો છો. 
જો તમારી પાસે પહેલાથી બીપીએલ કાર્ડ છે તો તમને માત્ર આયુષ્માન ભારત યોજના માટે આવેદન કરવુ પડશે અને લાભાર્થી લિસ્ટમા શામેલ થવા પર તમને તમારુ નામ જોડાણ કરી શકો છો. 
 
પ્રધાનમંત્રી આવાસ યોજના - અપના ઘર સપના સચ
આ યોજના હેઠણ સરકાર ગરીબ પરિવારોને આવાસ નિર્માણ માટે 1.2 લાખની આર્થિક મદદ આપે છે. સરકારએ 3 કરોડ પરિવારને નવા ઘર આપવાની જાહેરાત કરી છે. જો તમારી પાસે બીપીએલ કાર્ડ છેતો તમે આ યોજનાના લાભ લઈ શકો છો. 
 
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના: ધૂમ્રપાન મુક્ત ઘર
આ યોજના હેઠળ, BPL કાર્ડ ધારકોને LPG સિલિન્ડર મફતમાં આપવામાં આવે છે. વધુમાં, લાભાર્થીઓને ગેસ રિફિલ પર ₹300ની સબસિડી પણ મળે છે
 
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના: કૌશલ્ય વિકાસનો માર્ગ
આ યોજના મજૂર વર્ગ અને વિશ્વકર્મા સમુદાય માટે છે. આ અંતર્ગત લાભાર્થીઓને તેમની કૌશલ્ય વધારવા અને તાલીમ મેળવવામાં મદદ કરવામાં આવે છે. યોજના હેઠળ, લાભાર્થીઓને 3 લાખ સુધીની લોન અને ટૂલ કીટ ખરીદવા માટે ₹15,000ની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.
 
અંત્યોદય અન્ન યોજના 
આ યોજના બીપીએલ રાશન કાર્ડ ધારકોને મફત રાશનની સુવિધા આપે છે. કોરોના સમય દરમિયાન શરૂ થઈ આ યોજનાથી લાખો પરિવારોના પેટ ભર્યુ છે. સરકારે આ યોજનાને આગામી 5 સુધી લંબાવી છે. વર્ષોથી તેમાં વધુ વધારો થયો છે. બીપીએલ કાર્ડની મદદથી તમે રાશનની દુકાનોમાંથી મફત રાશન મેળવી શકો છો.
 

સંબંધિત સમાચાર

Next Article