MS યુનિ.માં એડમિશન વિવાદ, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

બુધવાર, 19 જૂન 2024 (16:56 IST)
Admission dispute in MS Uni

વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો. જોકે વડોદરાનાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આ વિદ્યાર્થીઓની માગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે.

આજે વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા હતા. જોકે લોલીપોપ સત્તાધીશને આપે એ પહેલાં જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતાં ઝપાઝપીનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વીસી સરને આપવા દો. આજે બે વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો હતો.

પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ખેંચતાણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતાં વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓની બસ એક જ માગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે.AGSUના વિદ્યાર્થી નેતા જયેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આંદોલન કરી રહ્યા છીએ.

ગઈકાલે કુલપતિના સ્ટેટમેન્ટમાં એવું બોલ્યા છે કે 1400 સીટનો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ પહેલા દિવસથી એક જ નામ છે. તમામે તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળવો જોઈએ.જ્યારે NSUIએ આજે હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. હેડ ઓફિસની બહાર મેઈન રોડ ચક્કાજામ કર્યો હતો. પોલીસે આંદોલન કરી રહેલા પાંચથી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મળવો જોઈએ એવી માગ કરી કુલપતિ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર