બનાવવાની રીત - એક મોટી કઢાઈમાં 1 કપ પાણી લો અને તેમાં ગોળ મિક્સ કરો અને જ્યાંસુધી તે ઘટ્ટ ન થઇ જાય ત્યાંસુધી ગરમ કરો.
હવે તેમાં અડઘો કપ દૂધ અને ઇલાયચીના દાણા નાંખો અને સામાન્ય આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો. હવે કઢાઈમાં મગની દાળ અને 1 કપ પાણી નાંખો. કઢાઈ પર ઢાંકણ લગાવી દો અને લગભગ 7 મિનિટ સુધી મધ્યમ મધ્યમ આંચ પર રાંધો. જો કઢાઈમાં વધુ પાણી હોય તો તેને મોટી આંચ કરીને બાળી દો.
ત્યાંસુધી ચોખાના લોટમાં ખાંડ અને ચપટી મીઠું મિક્સ કરો. ત્યારબાદ દૂધ અને 1 કપ ગરમ પાણી મિક્સ કરો અને લોટ બાંધી લો.
હવે લોટમાંથી લુઆ પાડી તેને હથેળી પર રાખી સપાટ કરી લો. પછી તેમાં મગની દાળની સામગ્રી ભરો અને મોદકનો આકાર આપો.
આ રીતે બધી સામગ્રીમાંથી મોદક તૈયાર કરો અને એક સ્ટીલના વાસણમાં રાખો. હવે પ્રેશર કૂકરમાં 4 કપ પાણી નાંખો અને તેમાં મોદક ભરેલું સ્ટીલનું વાસણ મૂકી દો. ચાર સીટી વાગે ત્યાંસુધી મોદક બાફી લો. જ્યારે વરાળ બહાર નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણું ખોલી લો. તૈયાર છે ગણપતિદાદા માટે પ્રસાદ.