Weightlifting World Championships: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાબાઈનો આ બીજો મેડલ છે. અગાઉ 2017માં તેણે 194 કિગ્રા (85 કિગ્રા વત્તા 109 કિગ્રા)ની લિફ્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
<
Congratulations @mirabai_chanu
on winning Silver Medal in Weightlifting World Championship! With a total lift of 200kg (87kg snatch + 113kg clean & jerk, Mirabai has made India proud yet again! pic.twitter.com/uirJUSqI1y
ઑલિમ્પિક મેડલ વિજેતા મીરાબાઈ ચાનુએ બુધવારે વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયશિપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓએ કુલ 200 કિલોગ્રામ વજન ઊંચકીને આ મેડલ પોતાના નામે કર્યો છે. મીરાબાઈ ચાનુએ પોતાના ત્રીજા પ્રયાસમાં સ્નૅચમાં 87 કિલો વજન ઊંચક્યું હતું.
વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુનું આ બીજું મેડલ છે.
વર્ષ 2017ની સ્પર્ધામાં તેઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ વર્ષે યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ચાનુ ગોલ્ડ મેડલ વિજેતા રહ્યાં હતાં.ચાનુનું સર્વશ્રેષ્ઠ વજન 207 કિલો (88 કિલો+119 કિલો) રહ્યું છે.
આ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ 2024ના પેરિસ ઑલિમ્પિકમાં ક્વૉલિફાઈ થવા માટેની પ્રથમ સ્પર્ધા છે. પેરિસ ઑલિમ્પિકમાં વેઈટલિફ્ટિંગ સાથે જોડાયેલી સ્પર્ધાઓની સંખ્યા ઘટાડીને 10 કરવામાં આવી છે.