પહેલીવાર પુરુષો માટે ગર્ભનિરોધક ઇંજેકશન જે 13 વર્ષ સુધી ગર્ભ રોકે છે

Webdunia
રવિવાર, 20 જાન્યુઆરી 2019 (09:42 IST)
પુરુષોને હવે નસબંધી કે પછી કોન્સેપ્ટિવનું કામ કરશે . પરણિત પુરૂષોને હવે પોતાના પાર્ટનર સાથે સેકસ કરતી વખતે ગર્ભ રહી જશે તેવું ટેન્શન નહિ રહે.પુરૂષોને હવે સેકસ લાઈફ એન્જોય કરવા માટે નસબંધી કે પછી કોન્ડોમની ગરજ નહીં રહે. હવે તેમના માટે માત્ર એક જ ઇન્જેકશન કોન્ટ્રાસેપ્ટિવનું કામ કરશે. 
 
આ ઈંજેકશન પુરુષોને હવે નસબંધી કે પછી કોન્સેપ્ટિવનું કામ કરશે. ભારતીય વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું મેલ કોન્ટ્રાસેપ્ટિવ ગર્ભનિરોધક ઇન્જેક્શન વિકસીત કર્યું છે. જેનું ક્લિનિકલ ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMRની આગેવાનીમાં આ ટ્રાયલ પૂર્ણ કરીને તેનો રિપોર્ટ મંત્રાલયને સોંપી દીધું છે. 
 
જે એક પ્રકારે ગર્ભનિરોધક ઇંજેકશનનું કામ કરે છે. અત્યાર સુધી પુરુષોમાં ગર્ભનિરોધક માટે સર્જરી એક જ ઉપાય હતો, પરંતુ હવે આ ટેકનોલોજીના કારણે સર્જરીની જરૂરિયાત નહીં પડે. હવે આ એક ઇન્જેકશન પુરુષો માટે ગર્ભનિરોધકનું કામ કરશે. ખાસ વાત તો એ છે કે આ ઇન્જેકશનનો સફળતા દર ૯૫%થી પણ ઉપર છે. એકવાર આ ઇન્જેકશન લીધા બાદ 13 વર્ષ  સુધી ગર્ભ રોકે છે 
 
95 ટકા ગર્ભ રોકવામાં અમને સફળતા મળી છે તેમ જણાવતાં ડોકટર કહ્યુ કે, ઇંજેકશન બાદ નેગેટિવ ચાર્જ થવા લાગે છે અને સ્પર્મ ટુટી જાય છે. જેનાથી ફર્ટિલાઇઝેશન નથી થતું. ડોકટરે કહ્યું કે, પહેલા ઉંદર, પછી સસલા અને ત્યારબાદ અન્ય પ્રાણીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યા બાદ મનુષ્ય પર પણ તેની કિલનિકલ ટ્રાયલ કરવામાં આવી છે. ૩૦૩ લોકો પર તેના કિલનિકલ ટ્રાયલનો ફેઝ વન અને ફેઝ ટૂ પૂરો થઈ ગયો છે. આ પ્રોસિઝરમાં ટોકિસસિટી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. 
 

સંબંધિત સમાચાર

Next Article