અનેકવાર લોકોની ખોટી માન્યતાઓથી તેમની સેક્સ લાઈફને બરબાદ થઈ જાય છે. વૈદ્ય હકીમના ચક્કરમાં પડીને તેઓ પૈસા અને સ્વાસ્થ્ય બંને ગુમાવી દે છે. મોટો પ્રશ્ન છે કે શુ સેક્સ ટૉનિકથી સેક્સ પાવર વધે છે ? તેને લઈને પણ લોકોના મનમાં અનેક પ્રકારની અટકળો છે. આ રીતે દારૂને લઈને પણ એવુ માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિનો સેક્સ પાવર વધી જાય છે. શુ ખરેખર આ હકીકત છે. ? આ જ બતાવી રહ્યા છે દેશના જાણીતા સેક્સોલોજિસ્ટ ડો. મહેશ નવાલ. આવો જાણીએ સેક્સ સાથે જોડાયેલ કેટલીક વાતો વિસ્તારપૂર્વક
1. એવુ માનવામાં આવે છે કે દારૂથી સંભોગની ઈચ્છા વધી જાય છે પણ હકીકતમાં દારૂના સેવનથી સ્ત્રી અથવા પુરૂષમાં સંભોગની ઈચ્છા પર કોઈ ખાસ પ્રભાવ નથી પડતો. હા જો કોઈ વ્યક્તિ ક્યારેક ક્યારેક ખૂબ જ ઓછી માત્રામાં દારૂનુ સેવન કરે અને તેના પ્રભાવને કારણે માનસિક ચિંતા, તનાવ અને ભય ઓછો અથવા ખતમ થઈ જાય તો વ્યક્તિ નિર્ભયતાથી પોતાની વિચાર અભિવ્યક્તિ કરી શકે છે. પણ દારૂના સેવનથી સંભોગની ઈચ્છા વધતી નથી.
2. એવી પણ ધારણ છે કે દારૂના સેવન પછી પુરૂષ લિંગમાં ઉત્તેજનાના સમયે કઠોરતા ખૂબ વધી જાય છે ? વૈજ્ઞાનિક નિષ્કર્ષ છે કે ઓછી માત્રામાં ક્યારેક ક્યારેક દારૂનુ સેવન કરવાથી વ્યક્તિની સેક્સ ઈચ્છા થોડી વધી શકે છે. પણ દારૂની થોડી પણ વધુ માત્રા પછી વ્યક્તિના લિંગમાં કઠોરતા આવતી નથી. જો આવે પણ તો તે તરત જ જતી રહે છે. વધુ માત્રામાઅં દારૂના સેવનથી વ્યક્તિમાં નપુંસકતા આવી શકે છે. આ એક ફ્કત ગેરસમજ છે કે દારૂના સેવનથી વ્યક્તિમાં નામર્દાનથી રહેતી નથી.
3. એવી પણ ધારણા છે કે દારૂના સેવન પછી વ્યક્તિ વધુ મોડા સુધી સંભોગ કરી શકે છે ? હકીકતમાં એવો પણ એક અંધવિશ્વાસ છે કે દારૂના સેવનથી વ્યક્તિ વધુ મોડા સુધી સંભોગ કરી શએક છે. દારૂના સેવન પછી યૌન ક્ષમતા પ્રભાવિત થઈ શકે છે અથવા જલ્દી વીર્ય સ્ખલન જેવી સમસ્યાથી પણ વ્યક્તિ ગ્રસ્ત થઈ શકે છે.
4. સિગરેટ અથવા તંબાકૂના સેવનથી વ્યક્તિમાં નામર્દાનગી પણ આવી શકે છે. તંબાકૂમાં જોવા મળનારા નિકોટિન રક્ત નલિકાઓમાં ધીરે ધીરે જામવા લાગે છે. તેનાથી રક્ત નળી અંદરથી સંકોચાવવા માંડે છે. લોહીનો પ્રવાહ ઓછો થવાથી પુરૂષ લિંગમાં ઉત્તેજના થવી ઘટી જાય છે. જો લોહીનો પ્રવાહ બિલકુલ ઓછો થઈ જાય તો નામર્દાનગી થઈ શકે છે.
5. ગાંજા ચરસ ભાંગ અફીણ વગેરેના સેવનથી વ્યક્તિની યૌન ક્ષમતા વધી જાય છે. એવુ વિચારવુ યોગ્ય નથી. ભાંગ, ચરસ, ગાંજા અથવા અફીમના સેવનથી વ્યક્તિની યૌન ક્ષમતા ઓછી થાય છે પણ વધતી નથી. ઉલ્લેખનીય છે કે નશાના પ્રભાવમાં તે વ્યક્તિ એવો અનુભવ કરી શકે છે કે તેની યૌન ક્ષમતા વધી ગઈ છે. પણ હકીકતમાં યૌન ક્ષમતા ઓછી અથવા ખતમ થઈ જાય છે.
6. કેટલાક લોકોનુ માનવુ છે કે ગરમ પ્રકૃતિની વસ્તુઓ જેવી માંસ, માછલી, ઈંડા, ડુંગળી, લસણ, મશરૂમ વગેરેના સેવનથી વ્યક્તિની કામ વાસના વધે છે. પણ આ માત્ર એક અંધવિશ્વાસ છે વાસ્તવિકતા નથી.
7. આ પણ ગેરસમજ છેકે ગેંડાના શીંગડા અથવા વાઘના અંડકોષનુ સેવન કરવાથી વ્યક્તિની કામશક્તિ વધે છે. દુર્ભાગ્યવશ આવી ગેરસમજને કારણે ગેંડા અને વાઘનો શિકાર કરવામાં આવે છે. હકીકત તો એ છે કે ગેંડાના શીંગડા અથવા વાઘના અંડકોષનુ કોઈપણ રૂપે સેવન કરવાથી વ્યક્તિની કામશક્તિ પર કોઈ પ્રભાવ થતો નથી.
8. આ પણ એક ખોટી ધારણા છે કે સોપારી અથવા પાઈનેપલના સેવનથી નામર્દગી થઈ જાય છે. નામર્દથી પુરૂષના લિંગમાં લોહીનો પ્રવાહમાં કમીથી આવે છે. ઉપરોક્ત વસ્તુઓ લોહીના પ્રવાહ પર કોઈ વિપરિત પ્રભાવ નાખતી નથી.
9. આ પણ એક ખોટો પ્રચાર છે કે વિટામિન ઈ ના સેવનથી સેક્સ પાવર વધે છે. સન 70ના દસકામાં વૈજ્ઞાનિકોએ ઉંદરો પર વિટામિન ઈના પ્રભાવ સંબંધી પ્રયોગ કર્યો હતો. નિર્ણય એ કાઢવામા6 આવ્યો કે ઉંદરમાં વિટામિન ઈ ની કમી હતી તેના અંડકોષમાં કેટલીક ખરાબી હોવાને કારણે પ્રજનન ક્ષમતામાં પણ કમી આવી ગઈ. આ પ્રયોગોના નિષ્કર્ષ્થી એ ગેરસમજ ફેલાય ગઈ કે જ્યારે વિટામિન ઈ ને વધુ માત્રામાં સેવન કરવાથી ઉંદરોની સેક્સ સમસ્યા દૂર થઈ શકે છે તો મનુષ્યોમાં કેમ નહી ?
10. આજે બજારમાં સેક્સ પાવર વધારનારી અનેક ગોળીઓ, કૈપસૂલ્સ ચોકલેટ્સ, ક્રીમ, તેલ, સ્પ્રેમ વગેરે વસ્તુઓ અને ઔષધિઓનો ભરમાર થઈ ગયો છે. આ વસ્તુઓને બનાવનારી લગભગ બધી કંપનીઓનો દાવો હોય છે કે તેમના દ્વારા વિશેષ ફોર્મૂલાથી બનાવેલા યૌનશક્તિવર્ધક વસ્તુઓનુ સેવન અથવા ઉપયોગથી બધી સેક્સ સમસ્યા (ભલે એ સેક્સ સમસ્યાઓનુ કારણ કશુ પણ હોય) ખતમ થઈ જાય છે. વૈજ્ઞાનિક હકીકત એ છે કે આ બધા પદાર્થને બનાવનારી કંપનીઓના દાવા એકદમ ખોખલા છે.