સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ 10 વાતો જાણી દરેક દેશવાસીને થશે ગર્વ
બુધવાર, 31 ઑક્ટોબર 2018 (12:17 IST)
દુનિયાભરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ચર્ચાઓ છે. ત્યારે જાણો આ પ્રતિમાની 10 ખાસિયતો વિશે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 1. લાર્સન એન્ડ ટુર્બો કંપનીનો દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 2. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં તેની ઊંચાઈ બમણી છે. 3. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા. 4.એલએન્ડટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂર્તિનું નિર્માણ 2,989 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 5. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાંસાની પરત ચઢાવવા સિવાયનું દરેક કામ ભારતમાં જ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્વદેશી છે. 6. આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરની દૂરી પર છે. 7. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઈ 522 ફૂટ અને 182 મીટર છે. જેમાં પગની લંબાઈ 80 ફૂટ, હાથ 70 ફૂટ ખભા 140 ફૂટ અને ચહેરાની ઊંચાઈ 70 ફૂટ છે. 8. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પદ્મવિભૂષણ સન્માનિત રાવ વી. સુતારની દેખરેખમાં થયું છે. 9. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સતપુડા તેમજ વિંધ્ય પર્વત પણ જોઈ શકાય છે. અહીંની ગેલેરીમાંથી એક સમયે 40 લોકો આ દ્રશ્ય જોઈ શકે છે. 10. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રોજ 15000 પર્યટકો આવશે તેવું અનુમાન છે.