નર્મદા કિનારે ફુલોના મેઘધનુષી રંગોનું નઝરાણું વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાન વધારશે

સોમવાર, 29 ઑક્ટોબર 2018 (12:33 IST)
નર્મદા કિનારે ફુલોના મેઘધનુષી રંગોનું નઝરાણું વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શાન વધારશે
વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતભરના પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બની રહેશે.તેમાં ય વેલી ઓફ ફ્લાવર્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની શોભામાં અભિવૃધ્ધિ કરશે.નર્મદા વેલીના બંન્ને કિનારે ૧૭ કિમીના વિસ્તારમાં રંગબેરંગી ફુલો લહેરાશે. વેલી ઓફ ફ્લાવર્સમાં પીળો-લાલ ગરમાળો,સફેજૉદ ચંપો, ખાખરો,પોંગારો,ગલતારો,ટેકોમા,બો
ગનવેલિયા,નેરિયમ જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. 

આ ઉપરાંત ક્વોલિસીસ,વડેલીયા,આલામન્ડા કેથટીકા અને વાસની વેલોનુ ય વાવેતર કરવામાં આવ્યુ છે. ઘાસની રંગીન પ્રજાતિ ફ્લાવર્સ ઓફ વેલીને વધુ સુંદરતા બક્ષશે. ગલગોટા,કેન્ડુલા,સૂર્યમુખી અને વિન્કા જેવા રંગીન ફુલોના અંદાજે ૧૦૦ જેટલી પ્રજાતિના ફુલો અંહી પ્રવાસીઓને જોવાનો લ્હાવો મળશે.
પ્રથમ તબક્કે વેલી ઓફને ૨૫૦ હેક્ટર વિસ્તારમાં બનાવાઇ છે ત્યાર બાદ ધીરે ધીરે ૩ હજાર હેક્ટરમાં આ વેલીને આવરી લેવાશે.૩૨,૫૦૦ ચો.મી વિસ્તારમાં ટપક સિંચાઇ વિસ્તાર દ્વારા આવરી લેવામાં આવનાર છે. ફલાવર્સ ઓફ વેલીમાં કમળ-પોયળીથી સુંદર બે તળાવોનું ય નિર્માણ કરવામાં આવ્યુ છે. આમ,ફ્લાવર્સ ઓફ વેલી પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિંક તાલમેલ સાધી શકે તે માટે નિર્માણ કરાઇ છે. ફલાવર્સ ઓફ વેલીમાં એડવેન્ચર પાર્ક,સેલ્ફી વિથ સ્ટેચ્યૂ,સરદાર ગાર્ડન,ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ પ્રવાસીના આનંદમાં ઉમેરો કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર