સેક્સ.... આ શબ્દ સાંભળતા જ બધા મોઢુ છુપાવવા કે બચવા માંડે છે. માણસ વચ્ચે શરીરના સંબંધને સમજવુ ખૂબ અઘરું છે. એને સાધારણ રીતે સમજવું અઘરું છે. વિશ્વમાં જેટલા લોકો છે એમની ઈચ્છાઓ જુદી-જુદી છે. એનાથી વધારે એમની કલ્પના અને આશાઓ છે. દરેક દેશ દરેક ક્ષેત્ર અહીં સુધી કે દરેક માણસની શારીરિક સંબંધોને લઈને ઈચ્છા જુદી હોય છે.
સામાન્ય સેક્સ લાઈફ શું છે ?
આ પ્રશ્નના જવાબ શોધવા માટે અમે કેટલાક આંકડાને જોયા-સમજ્યા અને કેટલાક મોટા-મોટા પરિણામ પર પહોચવાની કોશિશ કરી. જેમ કે આખરે આપણે કેટલું સેકસ કરવાની જરૂર છે કે આપણે સાથી પાસેથી કેવા વ્ય્વહારની આશાઓ કરીએ છીએ ?
અમારી આ કોશિશના પરિણામ અમને જણાવે, એ પહેલા એ સમઝી લો કે આ મોટા પરિણામ છે. કોઈ પુખ્ત પરિણામ નહી. ખુલા સમાજમાં રહેતા લોકો પણ સેક્સ વિશે વાત કરવાથી મૂંઝાય છે. કોઈ સત્ય છુપાવે છે તો કોઈ મોટી-મોટી વાતો કરે છે .
* પહેલો પ્રશ્ન એ છે કે આપણે કેટલા યૌન સંબંધ બનાવવા ઈચ્છીએ છીએ.
એના જવાબમાં અમે જે આંકડા પર ધ્યાન આપ્યુ એના મુજબ દરેક માણસની જરૂરિયાત જુદી-જુદી છે. જો વિશ્વમાં કેટલાક એવા પણ લોકો છે જેને ક્યારે પણ સેક્સની જરૂર લાગી નથી. આ આંકડા કુલ વસ્તીના પોઈંટ ચાર ટકાથી ત્રણ ટકા સુધી હોઈ શકે છે. આમ તો નિષ્ણાંતો કહે છે કે એક ટકા લોકો સેક્સમાં બિલકુલ પણ રૂચિ ધરાવતા નથી. આમ તો એ લોકોએ પણ ક્યારે ને ક્યારે યૌન સંબંધ બનાવ્યા હશે.
એ પછી આવે છે કે સમલૈંગિક સંબંધમાં રૂચિ.. એક અંદાજ મુજ્બ વિશ્વમાં આશરે પંદર ટકા લોકો સમલૈંગિક સંબંધ બનાવવા ઈચ્છે છે. એમાં મહિલા અને પુરૂષ પણ છે. આ આંકડા પણ તમારા પ્રશ્નના હિસાબે બદલી શકે છે. જો તમે આકર્ષણને માપદંડ બનાવશો તો જવાબ બીજો મળશે. ઓળખની વાત કરીએ તો આંકડા જુદા મળશે. સમલૈંગિક વ્યવ્હારની વાત કરીએ તો આ આંકડા ફરી બદલાઈ જશે.
* બીજો પ્રશ્ન છે કે તમે કોની સાથે શારિરિક સંબંધ બનાવો છો.
આ જવાબના પણ રૂચિ મુજબ જવાબ સામે આવ્યા. માનવું છે કે કેજુઅલ સેક્સ હમેશા બે અજાણ્યા લોકોના ટકરાવવાથી થાય છે. પણ સત્ય આનાથી કોષો દૂર છે . જે 'વન નાઈટ સ્ટેંડ' ની ખૂબ ચર્ચા થાય છે ખરેખર એ ખૂબ ઓછું છે.
લોકો વિચારે છે કે એ માત્ર યુવાઓ વચ્ચે જ છે, પણ 2009ના એક અમેરિકી સર્વે મુજબા . વૃદ્ધના વચ્ચે પણ 'વન નાઈટ સ્ટેંડ'ના આંકડા યુવાઓ જેટલા જ છે. એટલે અડધી વસ્તી માટે આ અઘરું છે.
જર્નલ ઑફ સેક્સુઅલ મેડિસિન મુજબ સૌથી વધારે 53 ટકા લોકો લાંબા સંબંધોના સાથી સાથે સેક્સ કરે છે. ત્યારે બીજી બાજુ ચોવીસ ટકા લોકો કેજુઅલ પાર્ટનર સાથે સંબંધ બનાવે છે.
મિત્રો સાથે સંબંધ બનાવાની સંખ્યા 12 ટકા છે. તો અજાણ્યા લોકો સાથે માત્ર નવ ટ્કા લોકો સેક્સ કરે છે. બજારુ સ્ત્રીઓ સાથે માત્રે 2 ટકા લોકો યૌન સંબંધ બનાવે છે.
* બીજો સવાલ જેનો જવાબ શોધવાની અમે કોશિશ કરી છે એ છે કે આપણે કેટલી વાર સેક્સ કરીએ છીએ.
અમેરિકામાં થયેલા ગ્લોબલ સેક્સ સર્વેના આંકડા કહે છે કે ચાલીસ ટકા લોકો અઠવાડિયામાં એક થી ત્રણ વાર સેક્સ કરે છે. તો બીજી બાજુ 28 ટકા લોકો મહીનામાં એક કે બે વાર સેક્સ કરે છે. માત્ર સાડા છ ટકા લોકો અઠવાડિયામાં ચાર કે એથી વધારે સંબંધ બનાવે છે.
ત્યાં જ 18 ટકા એવા છે જેમણે છેલ્લા એક વર્ષમાં એક પણ વાર સેક્સ કર્યુ નથી. આઠ ટકા લોકો એવા છે જે વર્ષમાં એક વાર યૌન સંબંધ બનાવે છે. આમ વધતી વય સાથે સેક્સની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે.
જો કે આ સર્વે પરથી એક સૌથી ચોકાવનારી વાત એ સામે આવી છે કે વૃદ્ધ યુવાઓ કરતા વધારે યૌન સંબંધ બનાવે છે. ઘણા મહીનામાં બે વાર અને અગિયાર ટકા લોકો અઠવાડિયામાં એક વાર સેક્સ કરે છે.
જર્લમ ઓફ સેક્સુઅલ મેડિસિન મુજબ 86 ટકા મહિલાઓ અને 80 ટકા પુરૂષ સામાન્ય યૌન સંબંધ બનાવે છે. આ દાવો અમેરિકામાં થયેલ એક સર્વેની રિપોર્ટ પરથી કરવામાં આવ્યો. જેમા 18 થી 59 વર્ષની વયના આશરે બે હજાર લોકોના વિચાર જાણ્યા. આ સર્વે મુજબ 67 ટકા મહિલા અને 80 ટકા પુરૂષ ઓરલ સેક્સ કરે છે.
યૌન સંબંધ બનાવવાના સમયની વાત કરીએ તો સામાન્ય કપલ એમાં પંદર વીસ મિનિટ ખર્ચ કરે છે. લેસ્બિયન મહિલાઓ સેકસમાં સૌથી વધારે એટલે કે 30 થી 40 મિનિટનો સમય લગાવે છે.
* સેક્સની ચર્ચા હોય અને ઓર્ગેજ્મની વાત ન હોય એ કેવી રીતે થઈ શકે છે.
સામાન્ય રીતે એવુ ગણાય છે કે મહિલાઓ ખોટા આર્ગેજ્મના દાવા કરે છે. હમેશા તેઓ પુરૂષને ખુશ કરવા માટે ઘણી વાર એમનો અહમ ન ઘવાય એ માટે મહિલાઓ ખોટું બોલે છે.
મહિલાઓમાં ફેક ઓર્ગેજ્મના દાવાના આંકડા પચાસ ટકા છે તો પુરૂષોમાં એનું અડધુ એટલે 25 ટકા . જર્નલ ઑફ સેક્સ રિસર્ચ મુજબ મહિલા સાથીને ખરાબ ન લાગે એ માટે ખોટા આર્ગેજ્મની વાત કરે છે.
શું થયું આ આંકડાઓ જાણીને તમે મૂંઝાઈ ગયા ? એના કરતા એ સારું રહેશે કે તમે તમારા મુજબ ઈંજાય કરો . બીજાની ચિંતા ન કરો.