દરિયામાં પવનની ગતિ 60 કિ.મી સુધી પહોંચી શકે, માછીમારોને એક જૂન સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી
હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા વધુ એક વખત ચેતવણી આપવામાં આવી છે. પવનની ઝડપ 50 કિમિ પ્રતિ કલાક થઈ શકે છે જેથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા જણાવ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, તા. 1 જૂન સુધી માછીમારોએ દરિયો ન ખેડવો.કચ્છ, મુન્દ્ર, નવા કેડલા, જખૌ, નવલખી, જામનગર, ઓખા, સલાયા, પોરબંદર સહિતના દરિયામાં 40 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
પવનની ઝડપ અસ્થાયી રૂપે 60 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી સંભાવના રહેલી છે.દરિયા કાંઠે મોજાઓ સાથે સમુદ્ર ઉબળખાબળ બની શકે તેવી શકયતા રહેલી છે, જેથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનિય છેકે ફિશરીઝ વિભાગ દ્વારા પણ ગત તા. 25 મે ના રોજ પરિપત્ર બહાર પાડી માછીમારોને તા. 29 મે સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હતી. બાદ વધુ એક વખત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.સરકાર દ્વારા તાજેતરમાં જ પરિપત્ર થી માછીમારોને સીઝન પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. સરકારે પરિપત્ર કરી એવું જણાવ્યું હતું કે તારીખ 1 જૂનથી 31 જુલાઇ સુધી માછીમારીની સીઝન પૂર્ણ કરવાની છે. દર વર્ષે 10 જૂને માછીમારીની સિઝન બંધ થતી હોય અને ચાલુ વર્ષે દસ દિવસ વહેલી માછીમારીની સિઝન બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. અને હવે વધારામાં દરિયામાં હવામાન ખરાબ હોવાથી 1 જૂન સુધી દરિયો ન ખેડવા જણાવી દેવામાં આવ્યું છે. જેને પગલે આ વર્ષે મચ્છીમાંરોની સીઝન 7 દિવસ વહેલી પુરી થઈ ગઈ છે.ગત વર્ષે તૌકતે વાવાઝોડાની આગાહીના પગલે સમુદ્રમાં માછીમારી કરી રહેલી ખલાસીઓને પરત બોલાવી લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા માછીમારી માટે ગયેલ બોટોને નજીકના કિનારે પરત ફરવા સૂચના આપી દેવામાં આવી હતી. પરંતુ ત્યારે પોરબંદર પરથી તૌકતે વાવાઝોડાની આફત ટળી હતી. અને પોરબંદરનો આબાદ બચાવ થયો હતો, ત્યારે ચાલુ વર્ષે પણ માછીમારીની આખર સિઝનમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.