ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો, માવઠાની સંભાવના

Webdunia
ગુરુવાર, 5 માર્ચ 2020 (11:53 IST)
દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ છે. વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા,કચ્છ,બનાસકાંઠા, પોરબંદર, સામાન્ય વરસાદી છાટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.એક વાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે.પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરાઈ છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો હોવાના પગલે પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ માવઠું પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા માવઠું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમા માવઠું પડે તેમ જણાવ્યું હતું. પલટાયેલા વાતાવરણના પગલે ભેજનું પ્રમાણ સવારથી જ વધી ગયું હતું. આમ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે ગુરુવારના દિવસે માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર

Next Article