કૉર્ટયાર્ડ બાય મેરિયટએ ગાર્ડન ફ્રેશ બ્રન્ચ વડે વસંતના વૈભવની કરી ઉજવણી

બુધવાર, 4 માર્ચ 2020 (14:51 IST)
વસંતના આગમનના સાક્ષી સમાન ઝગમગતા સૂર્ય, નવા ઉગેલાં પર્ણો અને તાજા ખીલેલા ફૂલો એ સ્વાદના રસિયાઓ માટે પ્રકૃતિના માધુર્યને માણવાનું શ્રેષ્ઠ બહાનું છે. વસંતના આગમનની ઉજવણી કરવા માટે કૉર્ટયાર્ડ બાય મેરિયટ આ સપ્તાહના અંતે ખેતરની તાજી શાકભાજીઓ અને ફળોમાંથી બનાવામાં આવેલી સ્વાદિષ્ટ વાનગીઓની આહ્લાદક મિજબાની તથા ભાવપૂર્ણ જીવંત સંગીત ધરાવતા એક ગાર્ડન ફ્રેશ બ્રન્ચનું આયોજન કર્યું હતું.
 
આ ગાર્ડન ફ્રેશ બ્રન્ચની વિસ્તૃત મિજબાનીને કૉર્ટયાર્ડ બાય મેરિયટના એક્ઝિક્યુટિવ શૅફ અક્ષય કટ્ટી દ્વારા તૈયાર કરવામાં આવી હતી, જેમાં સ્વાદના રસિયાઓને આરોગ્યપ્રદ અને સ્વાદપૂર્ણ અનુભવ પૂરો પાડવા માટે મેળવવામાં આવેલી કેટલીક ઉત્તમ સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય મિજબાનીમાં ગ્રીન એપલ સ્લા સલાડ, ચિલ્ડ કકમ્બર અને મિન્ટ શૂટર, ટોમેટો મોઝરેલા સલાડ, ચુકંદર પનીર ટિક્કા, કેન્ટોનીઝ વેજીટેબલ અને બેંગન વેલોરદાના રસિલા જેવી ખેતરની તાજી ઉપજોમાંથી બનાવવામાં આવેલ સ્વાદનું સંયોજન જોવા મળ્યું હતું. 
 
આ મેનૂનું મુખ્ય આકર્ષણ હળદરના શાક અને રજવાડી આલૂ જેવી વિસરાઈ ગયેલી દેશી વાનગીઓ હતી, જેમાં હોટલના પોતાના ગાર્ડનમાં તાજી ઉગાડવામાં આવેલી શાકભાજી અને જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાકાહારી અને માંસાહારી વાનગીઓના ભવ્ય મિશ્રણ ઉપરાંત આ બ્રન્ચમાં એક ઓર્ગેનિક વિભાગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું, જેમાં ફળોના તાજા રસ, નારંગીના સેગમેન્ટની સાથે મધનો ઓપ આપેલ ગાજર અને પાલક તથા તડબૂચ અને ફેટાની સાથે મૉકટેઇલ્સ પીરસવામાં આવ્યાં હતાં. મીઠાઈઓના વિભાગમાં ફ્રેશ ફ્રૂટ ગેટૉ, કેસરના શ્રીખંડ અને શુગર કૉકૉનટ પ્રોફિટ રૉલ જેવી અનેક રસમધુર મીઠાઈઓ પીરસવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર