હોળીમાં આયુર્વેદિક ઔષધોની આહૂતિ આપવાથી અનેક પ્રકારના વાયરસથી બચી શકાય છે

મંગળવાર, 3 માર્ચ 2020 (14:20 IST)
હોળીમાં આયુર્વેદિક ઔષધોની આહુતિ આપવામાં આવે તો અનેક સંક્રામક રોગોથી બચી શકાય છે. હોળીમાં આયુર્વેદિક ઔષધો હોમવાથી તેનો જે ઔષધયુક્ત ધૂમ્ર શરીરમાં પ્રવેશે છે, તેને કારણે પણ રોગપ્રતિરાક શક્તિમાં વધારો થાય છે. જ્યારે હોળીની પ્રદક્ષિણા કરવાથી પણ શરીરમાં જામેલો કફ પીગળવાનારો હોવાથી પણ તે અનેક રોગો સામે રક્ષણ મળી રહે છે.

આ અંગે વધુ વિગતો આપતાં વૈદ્યજીએ પ્રવીણભાઈએ જણાવ્યું કે ભારતીય પરંપરામાં દરેક પર્વનું આરોગ્યલક્ષી મહત્ત્વ પણ જોવા મળતું હોય છે. ફાગણી પૂર્ણિમાએ હોળીની પ્રદક્ષિણા કરવાથી ધાર્મિક લાભ તો છે, પરંતુ આરોગ્યનો લાભ મળે છે. આ કાળ એક ઋતુ સંક્રમણનો હોવાથી હોળીની પ્રદક્ષિણા કરવાથી શરીરમાં જે કફ જામી ગયો હોય છે, તે પીગળવા લાગે છે અને તેનાથી પણ અનેક રોગો સામે રક્ષણ થતું જોવા મળે છે. હોળીમાં દેશી ગાયનાં છાણા અને દેશી ગાયના ઘીનો પણ ઉપયોગ કરવો જોઈએ છે. 

તેમણે જણાવ્યું કે હોળીની પ્રદક્ષિણા કરતી વખતે કપૂર, ગૂગળ, ઈલાયચી, જાવંત્રી, જટામાંસી, સુખડ, સુગંધી વાળો વગેરે દ્રવ્યો પણ તેમાં હોમવા જોઈએ જેનાથી આ ઔષધિયુક્ત ધૂમ્ર શરીરમાં પ્રસરતાં રોગપ્રતિકારક શક્તિ પણ વધે. ખાસ કરીને વિશ્વભરમાં જે રીતે ભીષણ વિષાણુ જોવા મળી રહ્યા છે તથા અનેક સંક્રામક રોગોથી બચવા માટે કપૂર, ગૂગળ, ઇલાયચી, લવિંગ, વગેરે દ્રવ્યો પણ ધાણીની સાથે હોળીમાં હોમવા જોઈએ. આ દ્રવ્યોની આહુતિ આપણે હોળીમાં આપવામાં આવે તો એનો જે ઔષધિયુક્ત ધૂમ્ર વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિને વધારે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર