ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ છતાં બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું

સોમવાર, 2 માર્ચ 2020 (16:59 IST)
ગુજરાતમાં ગૌમાંસ પર પ્રતિબંધ હોવાછતાં દરરોજ હજારો કિલો ગૌમાંસ ઝડપાય છે. આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખ 490 કિલો ગૌમાંસ ઝડપાયું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. જ્યારે 3,462 ગૌવંશ(ગાય, બળદ, આખલા, વાછરડા) ઝડપાયા છે. તેમાં પણ સુરતમાં સૌથી વધુ 55 હજાર 162 કિલો ગૌમાંસ ઝડપાયું છે, જ્યારે પંચમહાલમાંથી 674 ગૌવંશ ઝડપાયા છે. જ્યારે સુરત બાદ 18345 કિલો સાથે અમદાવાદ બીજા નંબર પર, 5934 કિલો સાથે દાહોદ ત્રીજા નંબર પર, 2634 કિલો સાથે રાજકોટ ચોથા નંબર પર અને 2166 કિલો સાથે ભરૂચ પાંચમાં નંબર પર છે. આ ઉપરાંત છોટાઉદેપુર, જામનગર, તાપી, દેવ ભૂમિદ્વારકા, નર્મદા, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ અને મોરબી જિલ્લમાંથી એકપણ કિલો ગૌમાંસ ઝડપાયું નથી. તેમાં પણ પોરબંદર જિલ્લામાં ગૌમાંસ કે ગૌવંશ બન્નેમાંથી કંઈ ઝડપાયું નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર