વડોદરામાં ગઈકાલે બે ઈંચ વરસાદ વરસ્યો એમાં આખેઆખો રોડ બેસી ગયો

Webdunia
શનિવાર, 10 ઑગસ્ટ 2024 (15:44 IST)
vadodara
વડોદરામાં ગઈકાલે મોડી રાત્રે બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ ભૂવા પડવાની ફરિયાદો થઈ હતી. હવે શહેરના ન્યૂ વીઆઇપી રોડ વિસ્તારમાં વરસાદી કાંસનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે, જેથી આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો છે.
 
વડોદરા શહેરમાં ગત મોડીરાત્રે વરસેલા ભારે વરસાદે પાલિકાની નબળી કામગીરીની પોલ ખોલી નાખી છે. વિશાળ સ્લેબ બેસી જવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આસપાસ 250થી વધુ મકાનો આવેલાં છે. કોન્ટ્રેક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. આ સ્લેબ બેસી જવાથી નાગરિકો માટે જોખમ ઊભું થયું છે. આ ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે પરંતુ હવે વધુ વરસાદ આવે એ પૂર્વે જ જો કામગીરી થાય તો સ્થાનિક રહીશોનાં ઘરમાં પાણી ફરી વળતાં અટકી શકે છે.
 
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ બાબતે કોર્પોરેટરોને જાણ કરીને તેની કામગીરી બાબતે વાતચીત કરી છે. જે રીતે સ્લેબ પડી ગયો છે એ બાબત ખૂબ જ ગંભીર છે. આવનારા દિવસોમાં પરિણામ ખરાબ આવી શકે છે. આ કાંસ કોન્ક્રીટ અને મજબૂતાઈથી નહિ બનાવે તો તંત્ર પર ભરોસો રહેશે નહીં અને આ જ રીતે જોખમ ઊભું થતું રહેશે. આ બધાં જ મકાનોની સેફટી માટે ત્વરિત કામગીરી થાય એવી અમારી માગ છે.

સંબંધિત સમાચાર

Next Article