Surat Clean City: સૂરત અને ઈન્દોર બન્યા દેશના સૌથી સ્વચ્છ શહેર, રાષ્ટ્રપતિ મુર્મુએ આપ્યો એવોર્ડ

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2024 (11:58 IST)
- દેશના સૌથી સ્વચ્છ રાજ્યોની યાદીમાં મધ્યપ્રદેશ બીજા સ્થાને અને છત્તીસગઢ ત્રીજા સ્થાને છે.
- દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ઈન્દોર અને સુરત સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે.
surat clean city of india
Swachh Sarvekshan 2024:  ભારતમાં સ્વચ્છતા મિશનની ભાવના હવે દરેક નાગરિકમાં જાગી છે, જેની અસર રસ્તાઓ, શેરીઓ અને ઉદ્યાનોમાં જોવા મળી રહી છે. આ ક્રમમાં સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં ઈન્દોર અને સુરતને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા છે. ઈન્દોરે સતત સાતમી વખત આ ખિતાબ જીત્યો છે. ગુરુવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે એક સમારોહમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી એવોર્ડ મેળવ્યો હતો. આ દરમિયાન શહેરી પ્રશાસન મંત્રી કૈલાશ વિજયવર્ગીય, ઈન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર હર્ષિકા સિંહ પણ હાજર હતા. નવી મુંબઈને ત્રીજું સ્થાન મળ્યું છે
surat clean city of india
ઉલ્લેખનીય છે કે એક તરફ ઈન્દોરને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળ્યો છે. બીજી તરફ, મધ્યપ્રદેશ બીજા સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે બે શહેરોને સ્વચ્છ ભારત સર્વેમાં પ્રથમ સ્થાન મળ્યું છે. ઈન્દોરની સાથે ગુજરાતનું સુરત પણ સંયુક્ત રીતે દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મેળવ્યા બાદ કૈલાશ વિજયવર્ગીયએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી અને કહ્યું કે ઈન્દોરને સતત સાતમી વખત આ સન્માન મળ્યું છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બન્યું છે. છત્તીસગઢ દેશનું ત્રીજું સ્વચ્છ રાજ્ય બન્યું છે
surat clean city of india

 
 આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીની ઓળખ મેળવનાર સુરત, હવે સ્વચ્છ ભારત મિશનમાં પણ પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યું છે અને મેળવી રહ્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર હોવાની ઓળખ ટેક્નોલોજીનો સદ્દઉપયોગ કહો કે સરકારી વિભાગોનું સંકલન, પરંતુ સુરત વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને હકિકતનું સ્વરૂપ આપી રહ્યું છે.

surat clean city of india
 
surat clean city of india
 
surat clean city of india
 

સંબંધિત સમાચાર

Next Article