RTE ની ફીમાં 3 હજારનો વધારો

Webdunia
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (13:59 IST)
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફીમાં વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા RTE ની ફીમાં 3 હજાર રૂપિયા વધારો કરવામાં આવ્યો છે. પહેલાં RTE અંતર્ગત 10 હજાર રૂપિયા ફી હતી. જેમાં હવે 3 હજાર રૂપિયાના વધારા બાદ ફી વધારીને 13 હજાર કરાઇ છે. મહત્વનું છે કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફીનો નવો ઠરાવ કરવામાં આવ્યો છે. 

 
જેની રકમ 10 હજાર રૂપિયા છે પરંતુ હવે આ રકમ વધારીને 13 હજાર કરવામાં આવી છે. આમ, ખાનગી શાળાઓને આરટીઈ અંતર્ગત મળતી બાળકની ફીમાં 30 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જોકે, આ વધારાની રકમ સરકાર સ્કૂલોને ચૂકવશે.
 
RTEના નિયમ મુજબ સરકારે નક્કી કરેલ ફી અને સ્કૂલે નક્કી કરેલ ફી આ બંનેમાંથી જે ફી ઓછી હશે તે મુજબ સરકાર સ્કૂલને તે ફી ચૂકવશે. આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે હવે સ્કૂલોની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે સ્કૂલોએ RTEના બાળકો સાથે ભેદભાવ ન કરીને તમામ બાળકોને સાથે રાખીને એક જ વર્ગમાં સમાન શિક્ષણ આપવું જોઈએ.

સંબંધિત સમાચાર

Next Article