વિદ્યાર્થી આંદોલન પ્રસર્યું- સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ

બુધવાર, 13 ઑક્ટોબર 2021 (13:02 IST)
ઉમરા પોલીસે વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું. વિદ્યાર્થીઓએ સામે પોલીસને પૂછ્યું કે તમે કોની મંજૂરીથી કોલેજ કેમ્પસમાં આવ્યા છો. ત્યારે એ બાબતને લઈને પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં વિરોધ નોંધાવાયો હતો.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે એક દિવસની નવરાત્રિની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં માત્ર ને માત્ર યુનિવર્સિટીના હોસ્ટેલના અને ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રમવા માટે કહેવામાં આવ્યું હતું. ગરબા રમતી વખતે ઉમરા પોલીસ સ્ટેશનના સ્ટાફે ત્યાં પહોંચીને વિદ્યાર્થીઓને કેટલાંક સૂચનો આપ્યાં હતાં. બે-ત્રણ વિદ્યાર્થીઓએ ઉમરા પોલીસ સ્ટેશનનાં મહિલા પીઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારી સાથે અસભ્ય વર્તન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
 
સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતા. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહીવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો. કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો એ બંધ કરાવવામાં આવ્યો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધી પોલીસ મૂકપ્રેક્ષક બની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર