ગુજરાતના આ 10 શહેરોમાં શરૂ થશે રો-રો ફેરી સર્વિસ

Webdunia
મંગળવાર, 22 ડિસેમ્બર 2020 (11:01 IST)
કેન્દ્ર સરકારે રો-રો ફેરી સેવાના વિસ્તાર માટે કામ શરૂ કરી દીધું છે. સરકારે સૌથી પહેલાં ઘોઘા અને દહેજ વચ્ચે રો-રો ફેરી સેવા શરૂ કરી હતી. પછી હજીરા-ઘોઘા વચ્ચે એક રો-રો ફેરી શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે આ રો-રો ફેરીને અન્ય જગ્યાએથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 10 સ્થળો પર રો-રો ફેરી શરૂ કરવા માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. 
 
મળતી માહિતી અનુસાર આ રો-રો ફેરી સેવાને શરૂ કરવા માટે પશ્વિમી તટ સ્થળોની પસંદગી કરવામાં આવશે. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 10 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સેવા માટે ચાર આંતરરાષ્ટ્રીય મર્ગોની પણ પસંદગી કરવામાં આવી છે. ફેરી સેવા માટે પસંદગીના સ્થળોમાં હજીરા, ઓખા, મુંદ્રા, સોમનાથ, દીવ, ગોવા, જામનગર, પીપાવાવ, દીવ, દહેજ, માંડવીના નામ છે અને રો-રો સેવા અહીંથી શરૂ કરવામાં આવશે. 
 
એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રો-રો ફેરીના લોન્ચ બાદ આ સ્થળો પર રો-એક્સ ફેરી સેવા પણ તે પ્રકારે શરૂ કરવામાં આવશે. આ સેવાને શરૂ કરવા માટે સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ સમુદ્ર તટો પર જળમાર્ગ બનાવવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે રો-રો ફેરી સેવા શરૂ થવાની સાથે જ બે સ્થળો વચ્ચે અંતર ઓછું કરી શકાશે અને આ સાથે સાથે યાત્રામાં લાગનર સમય અને ઇંધણની બચત થાય છે. ધોધા-દહેજ રો-ર- ફેરી સેવાનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. સેવાના ઉદઘાટન પર લોકોને સંબોધિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આખા દેશને નવા સંકલ્પ સાથે આ ન્યૂ ઇન્ડીયા, ન્યૂ ગુજરાતની દિશામાં અમૂલ્ય ઉપહાર મળી રહ્યા છે. 
 
તમને જણાવી રહ્યા છે તે સમયે તેમણે પ્રોજેક્ટ ફ્ક્ત ભારત માટે નહી, પરંતુ દક્ષિણ એશિયામાં મોટી યોજના ગણાવી હતી. રો-રો ફેરી બાદ રો-પેક્ષ ફેરી શરૂ કરવામાં આવી હતી. જેની શરૂઆત સુરતમાં હજીરાથી 8 નવેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કર્યા બાદ થઇ. ત્યારબાદ ફરી કેન્દ્ર સરકાર દ્વારા 10 અલગ અલગ સ્થળોથી રો રો ફેરી શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.

સંબંધિત સમાચાર

Next Article