મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિ નો તાગ મેળવવા રવાના થશે

Webdunia
મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (11:36 IST)
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ થી ઊભી થયેલી પરિસ્થિતિ નો તાગ મેળવવા અને જિલ્લા તંત્ર ને રાહત બચાવ કામગીરીમાં માર્ગદર્શન આપવા આ બે જિલ્લાની મુલાકાતે હવાઈ માર્ગે જશે.
 
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર થી બપોરે 1 કલાકે પૂર્વ મંત્રી શ્રી આર.સી ફળદુ તેમજ જામનગર ના સાંસદ પૂનમ બહેન માડમ અને મુખ્યસચિવ શ્રી પંકજ કુમાર સાથે આ બે વરસાદ  અસરગ્રસ્ત જિલ્લાઓ ની જાત માહિતી મેળવવા રવાના થશે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકા તાલુકામાં 20 ઇંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ત્યાર બાદ જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તેમજ અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ, હવામાન વિભાગ દ્વારા આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવા આવી છે. જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા CM ભૂપેન્દ્ર પટેલ 12.30 વાગ્યે જશે.

સંબંધિત સમાચાર

Next Article