પદભાર સંભાળ્યા બાદ સીએમ એક્શન મોડમાં, ઉચ્ચસ્તરીય બેઠક યોજી, ફસાયેલા લોકોના બચાવકાર્યને પ્રાયોરિટી આપવા સૂચના
રાજકોટમાં 1155 લોકો જે આજીના નીચાણ વાળા વિસ્તારમાં રહે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે એન.ડી. આર એફ ની 3 ટીમ રાજકોટ માટે અને 2 ટીમ જામનગર માટે ભાટિંડાથી મગાવવાની વ્યવસ્થા કરવા તંત્રવાહકો ને સૂચના આપી હતી. તેમણે ખાસ કરીને બચાવ રાહત કામગીરીને પ્રયોરિટી આપવા સૂચનાઓ આપી હતી.
મુખ્ય સચિવ પંકજ કુમાર,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસ નાથન,અધિક મુખ્ય સચિવ એ. કે.રાકેશ તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ તેમજ મુખ્યમંત્રીના ઓ એસ ડી ડી એચ શાહ આ બેઠકમાં જોડાયા હતા.