ખુરશી મળી છે સમય નહી, ભૂપેન્દ્ર પટેલને એક વર્ષમાં પાર કરવા પડશે આ 7 પડકારો

સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (15:43 IST)
ગુજરાતમાં બીજેપીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને સીએમની ખુરશી ભલે સોંપી દીધી છે. ગુજરાતમાં આવતા વર્ષે નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેને કારણે મુખ્યમંત્રીનો ચેહરો બદલી નાખ્યો ચહે. રૂપાણી પણ 2017ની ચૂંટણીના થોડા સમય પહેલા જ સીએમ બનાવાયા હતા અને હવે 2022ની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલને સત્તાની કમાન સોંપી છે. બીજેપી ભલે પટેલને સીએમ બનાવી દીધા હોય પણ તેમને પઓતાની સાબિત કરવાનો સમય નથી આપ્યો. આવામાં ભૂપેન્દ્ર પટેલને એક વર્ષના કાર્યકાળમાં અનેક પડકારોનો સામનો કરવો પડશે ? 
 
1. 2022માં સત્તા વાપસી - ભૂપેન્દ્ર પટેલને સીએમ બનવાને લઈને આગામી નવેમ્બરમાં થનારા ચૂંટણીને સૌથી


મોટુ કારણ બતાવાય રહ્યુ કહ્હે. બીજેપી એક નવા ચેહરા સાથે ચૂંટણીમાં ઉતવા માંગે છે, જેને કારણે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને લાવી છે. બીજીપી ભલે જ ગુજરાતમાં છેલ્લા અઢી દસકામાં સત્તામાં રહી હોય, પણ તેનો ગ્રાફ ચૂંટણી દર ચૂંટણીએ  સતત નીચે આવી રહ્યો છે. 2012માં 115 સીટ જીતનારી બીજેપીને 2017માં 99 સીટો જ મળી હતી. 2014ના લોકસભા ચૂંટણીની તુલનામાં વોટ શેયરમાં પણ કમી અઅવી. આવામાં ભૂપેન્દ્ર પટેલના ખભા પર બીજેપીની સત્તામાં ફક્ત કમબેક જ નહી પણ પાર્ટીના ગબડતા ગ્રાફને ઉપર લઈ જવાનો સૌથી મોટો પડકાર છે. 
 
2. ભૂપેન્દ્ર પટેલ પાસે સમય નથી 
 
બીજેપીએ ભલે જ ભૂપેન્દ્ર પટેલને સીએમની ખુરશી સોંપી છે, પણ તેમને સમય નથી આપ્યો. તેમની સમયની કમી એક મોટો પડકાર છે. ગુજરાતમાં આવતા વર્ષે ઓક્ટોનર-નવેમ્બરમાં ચૂંટણી થવાની છે. આવામાં નવા વર્ષની શરૂઆતમાં જ ચૂંટણી અભિયાન તેજ કરવામાં આવશે.  આવામાં ભૂપેન્દ્ર પટેલે ખુદને સાબિત કરવા માટે માત્ર એક વર્ષથી પણ ઓછો સમય બચ્યો છે. તેમા તેમને સરકારથી લઈને સંગઠન માટે કશુ કરીને ખુદને સાબિત કરવાનો પડકાર રહેશે. 
 
3. બ્યૂરોક્રેસી પર લગામ 
 
વિજય રૂપાણીની ખુરશી જવાનુ એક મોટું કારણ બ્યૂરોક્રેસીનુ હાવી થઈ જવુ હતુ.   રૂપાણી સરકારમાં બ્યૂરોક્રેસી કોઈનું સાંભળતી નહોતી રહી.  આ વાતને લઈને પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યો નારાજ હતા અને તેઓએ આ મુદ્દો અનેક વખત ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં, હવે ભૂપેન્દ્ર પટેલ સામે પડકાર એ છે કે તેઓ  બ્યૂરોક્રેસીને કેવી રીતે નિયંત્રિત કરે છે અને તેમની સરકારને સરળતાથી ચાલે છે.
 
4. પ્રભાવી ચેહરો બનવાનો પડકાર 
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાંચ વર્ષ સુધી સત્તામાં રહ્યા, પરંતુ રાજ્યમાં પોતાનો રાજકારણીય ધાક ન જમાવી શક્યા. પરંતુ બંગાળની ચુંટણી બાદ પાર્ટીમાં મુખ્યમંત્રી માટે માત્ર સ્પષ્ટ છબી અને વિકાસ કાર્ય પૂરતું નથી, પરંતુ જનતામાં એવી લાગણી  જરૂરી છે કે વિકાસ થઈ રહ્યો છે અને રાજ્યમાં મુખ્યમંત્રીનો ચહેરો પ્રભાવશાળી હોવો જોઈએ. એટલું જ નહીં, તેઓએ કામ પણ કરવું પડશે અને તેમને કામ કરતા દેખાવવુ પણ  પડશે
 
આવામાં હવે જવાબદારી ભૂપેન્દ્ર પટેલના ખભા પર નાખવામાં આવી છે તો તેમને આ મોટો પડકાર હશે કે તેઓ કેવી રીતે એક મોટો ચેહરો બને અને તેમના ચેહરા સાથે 2022માં બીજેપીની નૌકા સહેલાઈથી પાર કરી શકે. . જો કે ભૂપેન્દ્ર પટેલને સ્વચ્છ નેતા માનવામાં આવે છે, તેમના નામે એવો કોઈ ડાઘ નથી કે વિપક્ષ તેમના પર હાવી થઈ  શકે. આમ છતાં તેમને ખુદને સાબિત કરવી એક મોટો પડકાર રહેશે. 
 
5. કોરોના નારાજગી અને સત્તાવિરોધી લહેર 
 
કોરોના પણ ભૂપેન્દ્ર પટેલ સામે મોટો પડકાર, કોરોનાની બીજી લહેરમાં ઉભી થયેલ નારાજગી દૂર કરવાની છે. . વિજય રૂપાણી સરકાર કોરોના મહામારીમાં નિષ્ફળતાથી કલંકિત છે. આવી સ્થિતિમાં, જ્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલે આ માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે. જેથી જનતાનો વિશ્વાસ જીતી શકાય. એટલુ જ નહી રાજ્યમાં સતત 27 વર્ષથી બીજેપીની સરકાર છે. જેથી સ્વભાવિક રીતે સત્તાવિરોધી લહેરનો સામનો કરવો પડી  રહ્યો છે. 
 
6 AAPને રાજકીય રીતે મજબૂત ના થવા દેવો
સામાન્ય રીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ એમ બે જ મુખ્ય રાજકીયપક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાતો હોય છે. પરંતુ આ વર્ષે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને (AAP) મળેલ સફળતાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી ગુજરાતમાં તેના મૂળ ઊંડા કરીને ભાજપને કોઈ પણ પ્રકારે રાજકીય નુકસાન ના કરે તે પણ સરકાર અને સંગઠન સામેનો પડકાર ગણી શકાય. કારણ કે ગુજરાત વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં એવી કેટલીક બેઠકો છે કે જેમાં ભાજપના ધારાસભ્યો તેમના નજીકના કોંગ્રેસના પ્રતિસ્પર્ધી સામે માત્ર 3થી 5 હજાર મતની સરસાઈથી જીત્યા હતા.
 
6. પાટીદાર સમાજની જાળવી રાખવો 
 
ગુજરાતમાં ભાજપની રાજકીય મૂળ મજબૂત કરવા પાછળ પાટીદાર સમાજે મહત્વની ભૂમિકા ભજવી છે. પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમાં ખૂબ મહત્વના છે. જેને જોતા બીજેપી એકવાર ફરી પટેલ કાર્ડ ખોલ્યુ છે.  ભૂપેન્દ્ર પટેલને પાટીદાર સમાજના હોવાને કારણે મુખ્યમંત્રીની ખુરશી મળી છે, જેના કારણે હવે તેમણે પોતાના સમાજને ભાજપ સાથે મજબુત રીતે જોડવા પડશે. પટેલ અનામત આંદોલનને કારણે પાટીદાર સમાજનો ભાજપથી મોહભંગ થયો છે. જેના કારણે ભાજપ 2017 માં 100 સીટ પાર કરી શક્યુ નહોતુ.  2014 માં પાટીદારોના 60 ટકા મત મળ્યા હતા, જ્યારે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 49.1 ટકા મત મળ્યા હતા. મતોમાં આ ઘટાડો પટેલ અનામતને કારણે થયો હતો
 
7 વરિષ્ઠ ધારાસભ્ય-નેતાઓને સાથે રાખવા
ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી 2017માં પહેલીવાર ધારાસભ્ય બનીને મુખ્યપ્રધાન બનનાર ભૂપેન્દ્ર પટેલ સામે વરિષ્ઠ પ્રધાનો સાથે રાખવાની પણ એક પ્રકારનો પડકાર રહેશે. ભાજપે જ્ઞાતિ જાતિના સમિકરણોને ધ્યાને લઈને ગુજરાતની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને આપી છે પરંતુ તેમની સાથે પાંચ કે છ ટર્મથી સતત ચૂંટાઈ આવતા ધારાસભ્યો-પ્રધાનોને પણ સાથે રાખીને ચાલવાનો મોટો પડકાર છે. જો કે રાજકીય બાબતોના તજજ્ઞોનું કહેવુ છે કે, પક્ષે આ બધી બાબતોને ધ્યાને લઈને જ ગુજરાતની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને સોપી હશે. જો કે મુખ્યપ્રધાનપદની શપથ લીધા પૂર્વે ભૂપેન્દ્ર પટેલે, અમદાવાદમાં નીતિન પટેલ (Nitin Patel) અને ગાંધીનગરમાં વિજય રૂપાણીની (Vijay Rupani) શુભેચ્છા મુલાકાત લઈને આર્શીવાદ મેળવવા સાથે એક પ્રકારે રાજકીય સંદેશ પણ આપ્યો છે કે તેઓ સૌને સાથે રાખીને ચાલવા માંગે છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર