ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદની લીધી શપથ, ચૂંટણી પહેલા ગુજરાતમાં મોટો ફેરફાર

સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (14:32 IST)
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેના મુખ્યમંત્રી બદલ્યા છે. પટેલ સમાજના ભૂપેન્દ્ર પટેલને તક આપવામાં આવી છે. ફરી એક વખત નીતિન પટેલનું મુખ્યમંત્રી બનવાનું સપનું અધૂરું રહી ગયું. આ સિવાય રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ બાજી મારી ગયા.
 
- ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા
 
ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભારતીય જનતા પાર્ટીએ વિજય રૂપાણીની બદલી કરી અને વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા. ભૂપેન્દ્ર પટેલનું નામ દરેકને ચોંકાવનારું હતું.


ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણ દરમિયાન અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર, પ્રમોદ સાવંત અને ભાજપના અન્ય મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર