ગઈકાલથી જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં 2 ઇંચથી લઇને 14 ઇંચ જેટલો ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઢંડક પ્રસરી ગઇ છે. ભારે વરસાદને પગલે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે
ગિરનાર પર્વત પર અને જૂનાગઢ શહેરમાં પણ 6થી 10 ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં મહાનગરની મધ્યમાંથી પસાર થતી સોનરખ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યાં છે અને નરસી મહેતા સરોવર ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારો-રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગિરનારમાં પડેલા ભારે વરસાદને પગલે જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થઇ ગયો છે.
રાત્રે 10થી સવારે 12 વાગ્યા સુધીના વરસાદના આંકડા
જૂનાગઢ જિલ્લાના નવેય તાલુકામાં રવિવારની રાત્રે 10થી સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં પડેલા સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ વિસાવદરમાં 14 ઇંચ, જૂનાગઢમાં 6 ઇંચ, કેશોદમાં 3 ઇંચ, ભેંસાણમાં 3 ઇંચ, મેદરડામાં 2.5 ઇંચ, માંગરોળમાં 2.5 ઇંચ, માણાવદરમાં 3 ઇંચ, માળિયાહાટીમાં 2 ઇંચ અને વંથલીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું કંટ્રોલરૂમમાંથી જાણવા મળ્યું છે.
ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાને હવામાન વિભાગે આપ્યું એલર્ટ સમગ્ર રાજ્યમાં વરસાદે જમાવટ કરી છે. જામનગર અને રાજકોટ જિલ્લામાં બારે મેઘખાંગા થયા છે. હવામાન વિભાગે હજુ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે.
કર્યું છે.
વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થતાં આગામી ત્રણ દિવસ ભાવનગર, પોરબંદર, અમરેલી, વલસાડ, ગીર સોમનાથ, જુનાગઢ, દીવમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવનની સાથે વરસાદનો અનુમાન, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પૂર્વ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, કોંકણ પટ્ટાવિરતારમાં ભારે વરસાદ પડી શકે છે. સેટેલાઈટ તરફથી પ્રાપ્ત તસવીરો અનુસાર,, ગુજરાત, રાજસ્થાન રાજ્યો ઉપરના આકાશમાં પણ ઘેરા વાદળોની જમાવટ થયેલી દેખાય છે