વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂમિપૂજન કર્યું હતું અને ડિજિટલ માધ્યમથી ગુજરાતના અમરેલી અને સૌરાષ્ટ્ર માટે આશરે રૂ. 4800 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ અમરેલીના દુધાળા ખાતે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું. અમરેલીના દુધાળામાં નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરનું લોકાર્પણ કરાયું હતું. ત્યાર બાદ લાઠીમાં આયોજિત કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના 9 જિલ્લાના રેલવે, પાણી, રસ્તા સહિતના રૂ. 4800 કરોડના 1600 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું.
લાઠીના દુધાળામાં પીપીપી મોડલથી નિર્માણ કરાયેલા ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ પીએમ મોદીએ સવજી ધોળકિયાને અપીલ કરતા કહ્યું હતું કે, હવે સુરત જવાનું બધ કરી પાણી પાણી જ કરો. 80:20ની યોજનાનો વધુમાં વધુ લાભ ગુજરાતને અપાવો.
PM મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે મને અવસર મળ્યો છે. આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સૈરાષ્ટ્ર અને અમરેલીના ધરતીનો ગૌરવશાળી ભૂતકાળ રહેલો છે. આ એજ ભૂમિ છે જેણે યોગીજી મહારાજ આપ્યા, આ એજ ભૂમિ છે જેણે ભોજો ભગત આપ્યો છે