સુરતમાં ઢાબા પર લોકો જમતા હતાં ને અચાનક એવું થયું ને નાસભાગ મચી ગઈ, ત્રણ લોકોને ગંભીર ઈજા થઈ

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2022 (17:52 IST)
સુરતમાં એક ઢાબા પર લોકો જમી રહ્યાં હતાં ત્યારે એક પીક અપ ડાલુ ઘૂસી ગયું હતું. આ ઘટનામાં ઢાબા પર જમવા બેઠેલો એક યુવક ડાલાની ટક્કરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. શહેરના સારોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. ડાલુ બેકાબુ બનતાં જ ત્યાં બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ડાલાનો ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના સારોલી વિસ્તારમાં ‘બાપા નો બગીચો’નામના ઢાબામાં લોકો જમવા માટે બેઠા હતાં.

આ દરમિયાન ઢાબા પાસેથી પસાર થતા એક પીક અપ ડાલાના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યારે ડાલુ સીધું જ ઢાબામાં ઘૂસી ગયું હતું. ઢાબામાં ઘૂસેલા ડાલાને જોઈને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં દેખાય છે કે એક ડાલુ અચાનક ઢાબામાં ઘૂસી જાય છે અને ત્યાં જમવા બેઠેલા યુવકને અડફેટે લે છે. તે ઉપરાંત આસપાસના લોકો જીવ બચાવવા બહાર દોડી ગયા હતાં. ઢાબાના માલિકના નિવેદન પ્રમાણે ત્યાં આઠથી 10 લોકો હાજર હતાં. જેમાંથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી એક વ્યક્તિને ફ્રેક્ચર થયું હોવાનું પણ જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article