પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહિત ત્રણને કોર્ટે જેલ હવાલે કર્યા

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2022 (17:12 IST)
બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા
 
રાજકોટમાં એક યુવક પર પાઈપોથી હૂમલો કર્યા બાદ ફરાર થયેલ દેવાયત ખવડ હૂમલાના 10 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. તે ઉપરાંત તેના બે સાગરીતો પણ પોલીસ સમક્ષ હાજર થઈ જતાં ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે તેમના સોમવાર સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતાં. આજે તેમના રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે કોર્ટમાં વધુ રિમાન્ડની માંગ નહીં કરતાં ત્રણેયને જેલ હવાલે કરવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. 
 
પોલીસે એફઆઈઆર ખોટી નોંધી છેઃ વકીલ
દેવાયત ખવડના વકીલે પત્રકારોને કહ્યું હતું કે, પોલીસે 307 હેઠળ ગુનો નોંધ્યો છે પરંતુ પોલીસની એફઆઈઆર જ ખોટી છે.  CCTV ફૂટેજના આધારે FIR કરવામાં આવી છે તે CCTVમાં ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે કોઇક વ્યક્તિ કે જેનું મોઢું નથી દેખાતું. તે કોઇક ડંડા અથવા તો લોખંડના પાઇપ વડે એના પર હુમલો કરી રહ્યો છે, તેના પગ પર મારી રહ્યો છે. માથાના ભાગે ક્યાંય માર્યું નથી. સાતથી આઠ વખત માર્યું છે અને કોઇ ગંભીર ઇજા એને કરી નથી તો 307નો ઉમેરો તેમાં ક્યારેય થઈ શકે નહીં. 
 
મયુરસિંહના પરિવારે હવે છેક PMO સુધી રજૂઆત કરી હતી
દેવાયત ખવડ દ્વારા જે મયુરસિંહ રાણા પર હૂમલો કરવામાં આવ્યો હતો તે મયુરસિંહના પરિવારે હવે છેક વડાપ્રધાન કાર્યાલય સુધી રજૂઆત કરી હતી. આ પરિવારે પીએમઓને પત્ર લખ્યો હતો. જેમાં 2021ની ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઈપથી હૂમલો કર્યો હતો. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મયુરસિંહને લોહિલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં

સંબંધિત સમાચાર

Next Article