સુરત રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મુસાફરનો પગ લપસી જતાં ફસાયો, RPF જવાને જીવ બચાવ્યો

Webdunia
શનિવાર, 24 ડિસેમ્બર 2022 (16:41 IST)
સુરત રેલવે સ્ટેશન પર એક મુસાફર ટ્રેનમાં ચઢવા જતાં ફસાઈ ગયો હતો. જેને આરપીએફ જવાને દોડીને બચાવી લીધો હતો. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 ખાતે ટ્રેન ઊપડી ગયા બાદ મુસાફર એમાં ચઢવા જતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતાં તે પડી ગયો હતો, જેને લીધે તે ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. આ ઘટના ત્યાં હાજર આરપીએફ જવાન સંદીપે જોઈ હતી, જેથી તે તાત્કાલિક દોડી ગયો હતો અને યુવાનને ટ્રેન અને પાટા વચ્ચેથી બહાર કાઢ્યો હતો, જેથી યુવાનનો જીવ બચી ગયો હતો.

આ સમગ્ર ઘટના રેલવે સ્ટેશનના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પર મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી ટ્રેનમાં ચઢવા જતાં એક મુસાફર ફસાઈ ગયો હતો. સુરત પ્લેટફોર્મ નં-1થી અમદાવાદ તરફ જવા માટે ઊપડી રહેલી ચાલુ ટ્રેનમાં ચઢવા માટે એક મુસાફર દોડીને પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતાં તે ટ્રેનમાં નહોતો ચઢી શક્યો અને પડી ગયો હતો. પડી ગયા બાદ યુવાન સીધો ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો.ટ્રેન ચાલુ હોવાથી મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ઘસડાઈ રહ્યો હતો. ઘટનાને લઇ સૌકોઈ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ટ્રેનને તાત્કાલિક ઊભી રાખવી પણ મુશ્કેલ બની હતી, ત્યારે મુસાફર યુવકનો જીવ બચાવવા પણ ખૂબ મુશ્કેલી ઊભી થઈ હતી.સુરતના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1 પર ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયેલા મુસાફરને જોતા જ ત્યાં હાજર આરપીએફ જવાન સંદીપ યાદવની સતર્કતા અને તત્પરતા ખૂબ જ ઉપયોગી નીવડી હતી. મુસાફર ટ્રેનમાં ચઢવા જતાં પડી ગયો હતો, જેથી સંદીપ યાદવ તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો. ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ઘસડાઈ રહેલા મુસાફરને બચાવવા તેણે ખૂબ જ મહેનત કરી હતી. સંદીપના આ પ્રયાસને જોઈ અન્ય મુસાફરો પણ એકત્ર થઈને તેને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. મુસાફર ટ્રેન વચ્ચેના ગેપમાં પડી ગયા બાદ પોતાને બચાવવા માટે કંઈક પકડવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. તેવામાં આરપીએફ જવાન સંદીપ યાદવ તેની પાસે પહોંચીને તેને બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો. મુસાફરનો જીવ બચી જતાં તેણે આરપીએફ જવાન સંદીપ દેસાઈનો આભાર માન્યો હતો.

સુરતના રેલવે સ્ટેશન પર શુક્રવારે બનેલી આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની આ ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં પ્લેટફોર્મ પરથી ઊપડી ગયેલી ચાલુ ટ્રેનમાં ચઢવા જતાં મુસાફર અચાનક જ પટકાયો છે અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી જાય છે એ સ્પષ્ટ જોવા મળે છે. ઘટનાને લઈ સૌકોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને તેવામાં ત્યાં હાજર આરપીએફ જવાન સંદીપ તાત્કાલિક દોટ લગાવી યુવકને બચાવી લે છે.

સંબંધિત સમાચાર

Next Article