દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

સોમવાર, 2 ડિસેમ્બર 2024 (10:48 IST)
આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આવનારા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
 
કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં કોઈ ગઠબંધન નહીં થાય.
 
કેજરીવાલે આ નિવેદન પાર્ટીના મુખ્યાલયમાં આયોજીત એક પ્રેસ કૉન્ફરન્સમાં આપ્યું.
 
કેજરીવાલે શનિવારે પોતાના પર થયેલા હુમલા અને પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડનો મુદ્દો પણ ઉઠાવ્યો.
 
તેમણે કહ્યું, “છેલ્લાં બે-ત્રણ વર્ષોથી દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા બદતર થઈ ગઈ છે. દિલ્હીના લોકો દહેશતમાં જીવી રહ્યા છે. દિલ્હીના રસ્તા પર ગોળીબાર થઈ રહ્યો છે. એવું લાગે છે કે દિલ્હી ગૅંગસ્ટરના 
 
કબજામાં આવી ગયું છે .”
 
તેમણે અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું, “મને આશા હતી કે અમિત શાહ આ મામલે કાર્યવાહી કરશે પરંતુ તેની જગ્યાએ તેમણે મારા પર હુમલો કરાવ્યો. હું પદયાત્રા પર હતો ત્યારે મારા પર પ્રવાહી 
 
ફેંકવામાં આવ્યું. આ પ્રવાહી ખતરનાક નહોતું પરંતુ તે ખતરનાક પણ થઈ શકતું હતું.”
 
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ પર અરવિંદ કેજરીવાલે કહ્યું, “કાલે અમારી પાર્ટીના એક ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી. તેઓ પણ એક ગૅંગસ્ટરથી પીડિત હતા. તેમની પાસે 
 
હપ્તા માટે કૉલ આવતા હતા.”
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર