પીએમ મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલામાં કેજરીવાલની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી

સોમવાર, 21 ઑક્ટોબર 2024 (18:21 IST)
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અરજીને ફગાવી દીધી છે.
 
વડા પ્રધાન મોદીની ડિગ્રીના મામલામાં કથિત ટિપ્પણી અંગે કેજરીવાલને આપવામાં આવેલા સમન્સને રદ્દ કરવાની માગણી ગુજરાત હાઇકોર્ટે ફગાવી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના આ આદેશને રદ્દ કરવા 
 
માટે સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે પણ ફગાવી છે.
 
ન્યૂઝ ઍજન્સી એએનઆઈ અને પીટીઆઈ પ્રમાણે જસ્ટિસ ઋષિકેશ રૉય અને જસ્ટિસ એસ.વી.એન ભટ્ટીની બૅન્ચે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની અલગ બૅન્ચે આ જ મામલામાં આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે દાખલ 
કરેલી અરજીને ફગાવી દીધી છે.
 
ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અને સંજયસિંહની સામે જાહેર કરાયેલા સમન્સને રદ્દ કરવાની માગણી ફગાવી દીધી હતી.અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ સામે ગુજરાત યુનિવર્સિટીએ કરેલી અરજીના આધારે સમન્સ જાહેર કરવામાં આવ્યું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર