જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

સોમવાર, 16 સપ્ટેમ્બર 2024 (12:03 IST)
દિલ્હીની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલના આ નિવેદને હંગામો મચાવી દીધો છે. દિલ્હીની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલના આ નિવેદનથી હંગામો મચી ગયો છે કે એ દિવસ પછી પદ પરથી રાજીનામુ આપી દેશે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે જનતા પાસેથી ઈમાનદારીનુ પ્રમાણપત્ર મળતા સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહી બેસવાનો સંકલ્પ લેતા દિલ્હીમાં સમય પહેલા ચૂંટણી કરાવવાની માંગ કરી છે.   ભાજપાએ આપ સુપ્રીમોના આ પગલાને નાટક અને અપરાધની સ્વીકારોક્તિ ગણાવી હતી અને નવાઈ પામતા પુછ્યુ કે શુ તેમણે પોતાની પાર્ટીમાં અંદરોઅંદર ક્લેશને કારણે રાજીનામુ આપવાની માંગ કરે છે.  ઉલ્લેખનીય છે કે દારૂ નીતિ સાથે જોડાયેલ કથિત ભ્રષ્ટાચારના મામલે શુક્રવારે તિહાડ જેલમાંથી જામીન પર મુક્ત થયેલ કેજરીવાલે કહ્યુ કે આગામી થોડા દિવસમાં તેઓ પોતાના ધારાસભ્યોની બેઠક કરશે અને તેમની પાર્ટીના એક સહકર્મચારીને સીએમ તરીકે સિલેક્ટ કરવામાં આવશે.  કેજરીવાલે કહ્યુ કે તેઓ મુખ્યમંત્રી અને મનીષ સિસોદિયા ઉપ મુખ્યમંત્રી ત્યારે બનશે જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે.  ઉલ્લેખનીય છે કે સિસોદિયા ગયા મહિને આવકારી નીતિ મામલામાં જામીન મળી હતી. આ આશ્ચર્યજનક જાહેરાત પછી દિલ્હી સરકારમાં મંત્રી આતિશી અને ગોપાલ રાયના નામ શક્યત મુખ્યમંત્રીના રૂપમાં ચર્ચામાં છે.  
 
દિલ્હી વિધાનસભાનુ કાર્યકાળ આગામી વર્ષે 23 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહ્યુ છે અને ચૂંટણી ફેબ્રુઆરીની શરૂઆતમાં થવાની આશા છે.  
 
આજે કેજરીવાલના ઘરે જશે મનીષ સિસોદિયા 
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આજે અરવિંદ કેજરીવાલના ઘરે જશે. કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ બંનેની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન બંને વચ્ચે નવા મુખ્યમંત્રીના નામને લઈને પણ ચર્ચા થઈ શકે છે. મળતી માહિતી મુજબ આજે બપોરે બંને વચ્ચે મુલાકાત થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર